બન્નેની ફિટનેસ પર પણ અક્ષર પટેલે અપડેટ આપ્યું
પર્થ
તા.17: ટીમ ઇન્ડિયાના અનુભવી સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલે આજે જણાવ્યું કે વન ડે ટીમમાં
વિરાટ કોહલી અને રોહિત શર્માની હાજરીને લીધે શુભમન ગિલને કપ્તાનના રૂપમાં ફાયદો થશે.
તેને કપ્તાની કરવામાં મદદ મળશે. ભારતીય ટીમ રવિવારે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની 3 મેચની
શ્રેણીના પહેલો મેચ રમશે.
આ શ્રેણીમાં
રોહિત શર્માના સ્થાને શુભમન ગિલ પહેલીવાર વન ડે ફોર્મેટમાં કપ્તાની કરશે. આજે ભારતીય
ટીમના બીજા અભ્યાસ સત્ર દરમિયાન અક્ષર પટેલે જણાવ્યું કે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી
પછી ભારત માટે પહેલીવાર રમવા તૈયાર રોહિત અને વિરાટ પહેલાની જેમ ચુસ્ત અને ફિટ છે.
ભારતીય
ટીમે રોહિત શર્માની આગેવાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આમ છતાં શુભમન
ગિલને વન ડે ટીમની કમાન સોંપવાનો બીસીસીઆઈએ નિર્ણય લીધો છે. જે વિશે અક્ષર પટેલે કહ્યંy
કે ગિલ એકદમ બરાબર પસંદગી છે. રોહિતભાઇ અને વિરાટભાઇ ટીમમાં છે અને તેને કપ્તાની કરવાની
છે. આથી તેનો ભાર ઘણો હળવો રહેશે. આથી તે બેટિંગમાં દબાણમુકત રમી શકશે. આથી એક કપ્તાનના
રૂપમાં ગિલનો સારો વિકાસ થશે.ગિલની કપ્તાનીની અત્યાર સુધીની સારી વાત એ છે કે તેના
પર દબાણ હાવી થતું નથી.
રોહિત
અને વિરાટની ફિટનેસ પર અક્ષર પટેલે કહ્યંy બન્ને ફિટ છે અને વિશ્વ સ્તરીય ખેલાડી છે.
તેમને ખબર છે કે તેમની શું ભૂમિકા છે. અક્ષરનું એવું પણ માનવું છે કે રવીન્દ્ર જાડેજાની
અનુપસ્થિતિને લીધે તેણે આ શ્રેણીમાં મહત્વની ભૂમિકા ભજવવાની રહેશે. અક્ષર કહે છે કે
ઓસ્ટ્રેલિયાના પડકારનો સમાનો કરવા હું તૈયાર છું.