વોશિંગ્ટન, તા.રપ : કેનેડાની એક એડ જોઈને ભડકી ઉઠેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેનેડા સાથેની ટ્રેડ ડીલ તાત્કાલિક અસરથી રદ કરી નાંખી છે. ગુરુવારે રાત્રે ટ્રમ્પે કેનેડા સાથેની તમામ વેપાર વાટાઘાટો સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
તેમણે સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ
પોસ્ટથી કેનેડાએ પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનને ટેરિફ વિરુદ્ધ બોલતા દર્શાવતી જાહેરાત
છેતરાપિંડીથી ચલાવવા બદલ નારાજગી દર્શાવી હતી. ટ્રમ્પે કહ્યંy કે ટેરિફ અમેરિકાની સુરક્ષા
માટે ખુબ જરૂરી છે. અયોગ્ય વ્યવહારને કારણે કેનેડા સાથે તમામ વેપાર વાટાઘાટ તુરંત બંધ
કરવામાં આવે છે. રોનાલ્ડ રીગન ફાઉન્ડેશને અહેવાલ આપ્યો છે કે કેનેડાએ રીગનની નકલી જાહેરાતનો
ઉપયોગ કર્યો છે જે રીગનના 1987ના ભાષણને વિકૃત કરે છે. વિડિઓમાં રીગન ટ્રમ્પના ટેરિફની
સામાન્ય લોકો પર થતી અસરની ચર્ચા કરે છે. આ જાહેરાતની કિંમત 75 મિલિયન ડોલર (રૂ.634
કરોડ) માનવામાં આવે છે. કેનેડાના વડાપ્રધાન
માર્ક કાર્નેએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેનો વેપાર સોદો હવે પહોંચની બહાર છે.