નવી દિલ્હી, તા.6 : વડાપ્રધાન મોદીએ તેમના જન્મદિવસની એક ઘટના યાદ કરતા કહ્યું કે એક નેતાએ મને મારા જન્મદિવસ પર ફોન કર્યો. 17 સપ્ટેમ્બરે તેમણે મને કહ્યું કે હું 75 વર્ષનો થઈ ગયો છું. મેં જવાબ આપ્યો કે હજી 25 વર્ષ બાકી છે. હું ભૂતકાળને ગણતો નથી, હું શું બાકી છે તે ગણું છું.
પરીક્ષા પર ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓ
સાથે વાતચીત કરતી વખતે વડાપ્રધાન મોદીએ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું
કે ભૂતકાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. હું ભૂતકાળને
ગણતો નથી, હું શું બાકી છે તે ગણું છું.
વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા તેમણે
કહ્યું કે અખબારોમાં ઘણીવાર એવું અહેવાલ આવે છે કે આ વર્ષની પરીક્ષા ખૂબ જ મુશ્કેલ
હતી. આનું કારણ શું છે ? પેપર અભ્યાસક્રમની બહાર નથી. તો પછી એવું કેમ કહેવામાં આવે
છે કે પરીક્ષા મુશ્કેલ હતી ? આનું કારણ એ છે કે લોકો ટૂંકામાં અભ્યાસ કરવાની આદત પાડી
રહ્યા છે. પહેલા ચોક્કસ સૂચનો આપવામાં આવતા હતા. પછી મોડેલ પેપર્સ વધવા લાગ્યા અને
અંતે છેલ્લા 10 વર્ષના પ્રશ્નપત્રો આવવા લાગ્યા.