માલ અને કબાબ : એપ્સટિન ફાઇલ્સ અંગે ભાષા-શબ્દનો વિરોધ
નવી
દિલ્હી તા.પ : ભાજપ સાંસદ-અભિનેત્રી કંગના રનૌતે રાહુલ ગાંધીના માલ અને કબાબ શબ્દપ્રયોગ
સાથેના નિવેદન ઝાટકણી કાઢતાં તેને સડેલી વિચારસરણી ગણાવી છે.
બુધવારે
રાહુલ ગાંધીએ સંસદમાં એપ્સટિન ફાઇલ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો કે ઘણા
રહસ્યો હજુ સુધી જાહેર થયા નથી. ભાજપ સાંસદ કંગના રનૌતે એપ્સટિન ફાઇલ્સ અંગે સંસદમાં
વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે રાહુલ ગાંધીની
ભાષા અને શબ્દોની પસંદગી પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમની ટિપ્પણીઓ તેમની માનસિકતા દર્શાવે
છે.
કંગનાએ
વધુમાં કહ્યું કે તેમની શબ્દોની પસંદગી જુઓ. તેમણે એપ્સટિન ફાઇલ્સ વિશે જે રીતે કહ્યું
તેમાં વધુ માલ અને કબાબ છે. આવી સડેલી અને ભ્રષ્ટ માનસિકતા ધરાવતી વ્યક્તિ પાસેથી બીજી
શું અપેક્ષા રાખી શકાય ? જાહેર જીવનમાં નેતાઓએ જવાબદારી અને ગૌરવ સાથે બોલવું જોઈએ.
તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી વારંવાર એવા નિવેદનો આપે છે જે રાજકીય ધોરણોને નીચા
પાડે છે.