ઓનલાઈન છેતરપિંડી સામે લોકોને રક્ષણ આપવા રિઝર્વ બેન્કનો મહત્ત્વનો નિર્ણય : ખજખઊ માટે લોનની પ્રક્રિયા બનશે સરળ : નાણાનીતિની સમીક્ષામાં યથાવત્ રહ્યાં ચાવીરૂપ વ્યાજદર
નવીદિલ્હી,તા.6:
રિઝર્વ બેન્ક દ્વારા નાણાનીતિની સમીક્ષામાં આજે રેપો રેટ 5.25 ટકા યથાવત્ રાખવાનો નિર્ણય
કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પહેલા અને બીજા ત્રિમાસિકમાં 4 અને 4.2 ટકા રહેવાનું અનુમાન
લગાડવામાં આવ્યું છે. રિઝર્વ બેન્કે નાણાનીતિની સમીક્ષામાં સૌથી મહત્વનો નિર્ણય યુપીઆરનાં
નાણાકીય વ્યવહારો સંબંધિત કર્યો છે અને આમાં યુપીઆઈથી વધતી છેતરપિંડી સામે લોકોને રક્ષણ
આપવા માટેનો આવકાર્ય નિર્ણય કરાયો છે. જેમાં કહેવાયું છે કે, યુપીઆઈનાં વ્યવહારમાં
છેતરપિંડી બદલ ગ્રાહકોને 25 હજાર રૂપિયા સુધીનું વળતર ચૂકવાશે.
આરબીઆઈએ
રેપો રેટમાં તો કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ વધતા ઓનલાઇન ફ્રોડને કાબૂમાં કરવા માટે
એક મોટું પગલું લીધું છે. આમાં કોઈ સાથે સાથે ફ્રોડ ટ્રાન્ઝેક્શન થાય તો તેમને 25,000
સુધીનું વળતર આપવામાં આવશે. વધતા બાંકિંગ ફ્રોડને રોકવા અને બેંકોને વધુ કઠોર નિયમો
અપનાવવા માટે આ ફ્રેમવર્ક પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. ઉપરાંત, બાંકિંગ સિસ્ટમને મજબૂત
બનાવવાનાં હેતુથી રિઝર્વ બેન્કે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
કેન્દ્રીય
બેન્કનાં ગવર્નરે જણાવ્યું છે કે હાલમાં દેશનો બાંકિંગ અને એનબીએફસી સેક્ટર મજબૂત સ્થિતિમાં
છે. ગ્રાહકોની સુરક્ષા વધારે મજબૂત કરવા માટે એક નવો નિયમ લાવવાનો વિચાર ચાલી રહ્યો
છે. તેના હેઠળ ફ્રોડ ટ્રાન્ઝેક્શનને નુકસાન થતા 25,000 સુધીનું વળતર આપવામાં આવશે.
સાથે જ ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત બનાવવા માટે એક ચર્ચા પત્ર પણ બહાર પાડવામાં આવશે,
જેમાં ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરવી અને સિનિયર સિટિઝન જેવા ખાસ વપરાશકર્તાઓ માટે
વધારાની સુરક્ષા અંગે સૂચનો આપવામાં આવશે.
કેન્દ્ર
સરકારે નાણાં વર્ષ 2026-27 માટેના બજેટમાં રોકાણ અને રોજગાર વધારવાના ઉપાયો રજૂ કર્યા
છે. ત્યાર બાદ હવે કેન્દ્રીય બેન્કે પણ સરકારની આ નીતિને આગળ વધારીને એમએસએમઈ સેક્ટર માટે 10 લાખ સુધીની લોન વગર ગેરંટી મેળવવાની
પ્રક્રિયા સરળ બનાવવાની અને લોનની સીમા વધારવાની જાહેરાત કરી છે. આથી દેશના નાના ઉદ્યોગસાહસિકોને
મોટી લાભ મળવાની શક્યતા છે અને રોજગારીના નવા અવસરો પણ ઊભા થશે.
આ ઉપરાંત
કિસાન ક્રેડિટ કાર્ડનો મહત્તમ લાભ વધુ ખેડૂતો સુધી પહોંચાડવા માટે રિઝર્વ બેન્ક તેના
નિયમોમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહ્યું છે. તેનો હેતુ વધુ ખેડૂતોને સસ્તી લોન સરળતાથી
ઉપલબ્ધ કરાવવી છે. આનાં માટે કેન્દ્રીય બેન્ક એક પોર્ટલ પણ રજૂ કરશે.
વિશ્વમાં
અનિશ્ચિતતા અને વિવિધ દેશો સાથે ભારતના સમજૂતિઓ વચ્ચે આરબીઆઈએઁ ભારતનો વિકાસ દર 7.4%
રહેવાની આગાહી કરી છે. અગાઉની આગાહી 7.3% હતી, એટલે કે તેમાં આંશિક વધારો કરાયો છે.
આવનારા ત્રિમાસિકો માટે વૃદ્ધિ અનુમાન વધારવામાં આવ્યા છે. પ્રથમ ત્રિમાસિકમાં રિયલ
જીડીપી વૃદ્ધિ 6.9% અને બીજા ત્રિમાસિકમાં 7.0% રહે તેવી શક્યતા છે.