મલેશિયામાં ભારતીય પ્રવાસી સમુદાયને સંબોધતાં વડાપ્રધાન : ક્વાલાલંપુરથી કોચી સુધી ખાનપાનમાં સમાનતા
કવાલાલંપુર,
તા. 7 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, વિકાસ માટે ભારતને ભરોસાપાત્ર
ભાગીદાર તરીકે વિશ્વ જોઈ રહ્યંy છે. આ જ વિશ્વાસ યુકે, યુરોપ, અમેરિકા સાથે થયેલા વેપાર
કરારોમાં દેખાયો છે.
આઠ
વર્ષ બાદ બે દિવસના મલેશિયા પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને
સંબોધતાં કહ્યું હતું કે, ભારતીય પ્રવાસી સમુદાય ભારત અને મલેશિયા વચ્ચે મજબૂત સેતુની
ભૂમિકા ભજવી રહ્યો છે.
વિશ્વાસ
એ ભારતનું સૌથી મજબૂત ચલણ બની ગયું છે તેવું કહેતાં મોદીએ યુકે, યુએઈ, ઓસ્ટ્રેલિયા,
ન્યૂઝીલેન્ડ, ઓમાન, અમેરિકા અને યુરોપીય સંઘ સાથે મળેલી મુક્ત વેપાર સંધિનાં ઉદાહરણ
આપ્યાં હતાં. વડાપ્રધાને કહ્યું હતું કે, તમિળ પ્રવાસી સમુદાય સદીઓથી અહીં વસેલો છે
અને મલેશિયાના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી રહ્યો છે. મોદીએ જણાવ્યું હતું
કે, મલેશિયા વિશ્વમાં બીજો સૌથી મોટો ભારતીય મૂળનો સમુદાય ધરાવે છે. કવાલલંપુરથી કોચી
સુધી ખાનપાન, સંસ્કૃતિમાં સમાનતા બન્ને દેશોને જોડે છે. ભારતની ફિલ્મો, સંગીત મલેશિયામાં
પણ લોકપ્રિય છે તેવું કહેતાં વડાપ્રધાન તેડવા માટે પોતાની કારથી જાતે એરપોર્ટ પર આવવા
બદલ વડાપ્રધાન અનવર ઈબ્રાહીમનો આભાર માન્યો હતો.
મોદીએ
ખુશી વ્યક્ત કરીને ટ્રમ્પને કહ્યું, થેન્ક યુ
નવીદિલ્હી,
તા.7: ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાની વેપાર સંધિ મુદ્દેઁ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
ખુશી વ્યક્ત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે. તેમણે કહ્યું
છે કે, બન્ને મહાન દેશ વચ્ચે એક વચગાળાના વેપાર કરારની રૂપરેખા પર સંમતિ બની ગઈ છે.
મોદીએ કહ્યું હતું કે, ભારત-અમેરિકા વેપાર કરાર આપણા ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, લઘુ અને
મધ્યમ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને માછીમારોને નવા અવસરો પૂરા પાડીને મેઇક ઇન ઇન્ડિયાને
વધુ પ્રોત્સાહન આપશે. જેમ ભારત વિકસિત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, તેમ અમે એવી
વૈશ્વિક ભાગીદારી ઊભી કરવા પ્રતિબદ્ધ છીએ, જે ભવિષ્ય પર આધારિત હોય, આપણા લોકોને સશક્ત
બનાવે અને સંયુક્ત સમૃદ્ધિમાં યોગદાન આપે.