T-20 વિશ્વ કપનો પહેલો મુકાબલો 3 વિકેટે જીતી અપસેટ ટાળ્યો
નેધરલેન્ડ
147 (19.5)
પાકિસ્તાન
148/7 (19.3)
કોલંબો,
તા.7 : પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપની પહેલી મેચમાં નેધરલેન્ડ્સ સામે અપસેટ ટાળી 3 વિકેટે
માંડ માંડ જીત્યુ છે. જીતવા છેલ્લી 2 ઓવરમાં 29 રન બનાવવાના હતા. ફહીમ અશરફે 19મી ઓવરમાં
3 છગ્ગા ફટકારીને 3 વિકેટથી વિજય અપાવ્યો હતો. એક સમયે પાકિસ્તાન પર હારનો ખતરો મંડરાયો
હતો. છેલ્લી ઓવર સુધી ભારે રસાકસી બાદ પાકિસ્તાને આબરૂ બચાવી હતી. 148 રનના લક્ષ્યનો
પીછો કરતા પાકિસ્તાને નેધરલેન્ડ્સને અંતિમ ઓવરમાં 3 વિકેટથી હરાવ્યું હતું.
શનિવારે
પહેલા મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતીને બાલિંગ પસંદ કરી હતી. પ્રથમ બાટિંગ કરતાં નેધરલેન્ડની
ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે સૌથી વધુ 37 રન બનાવ્યા
હતા. પાકિસ્તાન વતી સલમાન મિર્ઝાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. નેધરલેન્ડ્સના 10માંથી
9 બેટ્સમેન કેચ આઉટ થયા હતા. પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાને 47 રન અને સૈમ અયુબે
24 રન બનાવ્યા હતા. નેધરલેન્ડ્સ માટે પોલ વાન મીકરેન અને આર્યન દત્તે 2-2 વિકેટ ઝડપી
હતી.
148
રનના લક્ષ્યનો પીછો કરતાં પાકિસ્તાને 17 ઓવરમાં 115 રનમાં 7 વિકેટ ગુમાવી હતી. જીતવા
માટે 18 બોલમાં 33 રનની જરૂર હતી. 18મી ઓવરમાં માત્ર ચાર રન બન્યા, જેનાં કારણે છેલ્લી
બે ઓવરમાં જીતવા માટે 12 બોલમાં 29 રનની જરૂર હતી. ફહીમ અશરફે લોગાનની ઓવરના પહેલા,
ત્રીજા અને પાંચમા બોલ પર છગ્ગો ફટકાર્યો અને બોલ બેટને અડીને અંતિમ બોલ પર બાઉન્ડ્રીની
પાર ગયો. આ ઓવરમાં કુલ 24 રન બન્યા હતા. પાકિસ્તાનને અંતિમ ઓવરમાં જીતવા માટે 6 બોલમાં
માત્ર 5 રનની જરૂર હતી. ફહીમે ત્રીજા બોલ પર ફોર ફટકારીને વિજય અપાવ્યો હતો.