લઘુતમ પેન્શન વધારવા અંગે નિર્ણય લેવાશે
નવી
દિલ્હી, તા.7 : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO
) અને કર્મચારી રાજ્ય વીમા નિગમ
(ESIC)ને મોટો ફાયદો મળવાનો છે. કેન્દ્ર
સરકાર પગાર મર્યાદામાં વધારો સહિત અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાની તૈયારી કરી રહી
છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આ સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું
કે શ્રમ અને રોજગાર મંત્રાલય ટૂંક સમયમાં EPFO
અને CESIC હેઠળ પગાર મર્યાદા વધારવા, લઘુતમ
વેતન નક્કી કરવા અને કર્મચારી પેન્શન યોજના, 1995 (EPS)
હેઠળ લઘુત્તમ પેન્શન વધારવા અંગે નિર્ણય લેશે.
માંડવિયાએ
જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સાથે તાજેતરની બેઠકોમાં આ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા
હતા અને આગામી દિવસોમાં કામદારોના હિતમાં નિર્ણય લેવામાં આવશે. હાલમાં, EPFO માટે પગાર મર્યાદા 15,000 રૂપિયા પ્રતિ મહિનો છે,
જ્યારે SESIC માટે તે 21,000 રૂપિયા છે. EPS માટે લઘુત્તમ પેન્શન દર મહિને
1,000 રૂપિયા છે. જો સરકાર મર્યાદામાં વધારો કરે છે, તો મોટાભાગના નોકરી કરતા લોકો
આવરી લેવામાં આવશે.