• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

વિશ્વની સૌથી મોટી સેનામાં ભારત બીજા ક્રમે

-ચીન પ્રથમ, અમેરિકા ત્રીજા સ્થાને, રશિયા પાંચમા અને પાકિસ્તાન સાતમા ક્રમે

 

નવી દિલ્હી, તા. 9 ઃ હાલમાં દુનિયાભરમાં તણાવનો માહોલ છે, લગભગ દરેક મહાદ્વીપ પર કોઈ ને કોઈ રૂપથી ઘર્ષણ કે યુદ્ધની સ્થિતિ છે, ત્યારે દરેક દેશ પોતાની સૈન્ય તાકાત વધારવા લાગ્યા છે, તેવામાં ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટÎૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (આઈઆઈએસએસ)ના 2025ના મિલિટરી બેલેન્સ હેવાલમાં દુનિયાની સૌથી મોટી સેનાઓની યાદી જારી કરાઈ હતી, જેમાં ચીન પ્રથમ, ભારત દ્વિતીય અને અમેરિકા ત્રીજા

સ્થાને છે.

એક મીડિયા હેવાલ મુજબ, આઈઆઈએસએસના હેવાલ મુજબ, ચીન પાસે દુનિયાની સૌથી મોટી સેના છે, તેની પાસે અંદાજિત 20.35 લાખ સક્રિય સૈનિક છે. ચીનનું સંરક્ષણ બજેટ પણ મોટું છે.

બીજા ક્રમે ભારત આવે છે, જેની પાસે 14.76 લાખ સક્રિય સૈનિક છે. હાલમાં જ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પોતાની સૈન્ય તાકાત દેખાડી હતી. ભારત સ્વદેશી હથિયારો અને તકનિક પર ખાસ ભાર

મૂકે છે.

આ યાદીમાં અમેરિકા ત્રીજા સ્થાને આવે છે. તેની પાસે 13.16 લાખ સક્રિય સૈનિક છે. જો કે, અમેરિકાનું સંરક્ષણ બજેટ દુનિયામાં સૌથી મોટું છે અને તેના સૈન્ય અડ્ડા પણ ઘણા દેશમાં ફેલાયેલા છે.

ચોથા સ્થાને ઉત્તર કોરિયા આવે છે, તેની પાસે 12.80 લાખ સૈનિક છે. ઉત્તર કોરિયા પરમાણુ હથિયાર અને આધુનિક ટેકનોલોજી પર ઝડપથી કામ કરી રહ્યું છે.

દુનિયાના તાકાતવાન દેશમાં ગણાતો રશિયા દેશ પાંચમા ક્રમે આવે છે, તેની પાસે 11.34 લાખ સૈનિક છે અને હજુ પણ તેમાં ભરતી પ્રક્રિયા ચાલુ છે. બીજી તરફ તેની સાથે યુદ્ધમાં ખૂંપેલા યુક્રેનનો છઠ્ઠો ક્રમ આવે છે. તેની પાસે 7.30 લાખ સૈનિક છે.

પાકિસ્તાન આ યાદીમાં સાતમા સ્થાને છે, તેની પાસે 6.10 લાખ સૈનિક છે. દેશના રાજકારણમાં પણ સેનાની મજબૂત પકડ રહે છે. આઠમા સ્થાને ઈરાન આવે છે, તેની પાસે 6.10 લાખ સૈનિક છે, જે મધ્ય પૂર્વમાં સૌથી મોટી સેના માનવામાં આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઊંઝામાંથી ત્રણ કરોડના જીરૂની ચોરીમાં હાઇ કોર્ટનો વકીલ સૂત્રધાર February 09, Mon, 2026