જનહિત અરજી ઉપર કેન્દ્રનો જવાબ માગતી સુપ્રીમ કોર્ટ
નવી
દિલ્હી, તા.12: ધર્મનાં નામે પશુ બલિ પ્રતિબંધિત કરવાની માગણી કરતી અરજી ઉપર સુપ્રીમ
કોર્ટ તરથી આજે કેન્દ્ર સરકારનો જવાબ માગવામાં આવ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ
સંદીપ મહેતાની પીઠે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને ચાર સપ્તાહની અંદર જવાબ દાખલ
કરવા માટે નિર્દેશ આપ્યો છે. આ જનહિત અરજી શ્રુતિ બિસ્ટ નામક વકીલ તરફથી દાખલ કરવામાં
આવેલી છે. આ અરજીમાં આરોપ લગાડવામાં આવ્યો છે કે, મંદિરો અને ધાર્મિક અનુષ્ઠાનો દરમિયાન
થતી પશુ બલિ સામે સરકારી સ્તરે પૂરતી કાર્યવાહી કરવામાં નથી આવતી. અરજીમાં પશુ અત્યાચાર
નિવારણ અધિનિયમની કલમ 28ને સુધારવાની માગણી પણ કરવામાં આવી છે.