ફરિયાદ
નોંધવાની કામગીરીમાં ગંભીર બેદરકારી બદલ કાર્યવાહી
મોરબી,
તા.11 : રેન્જ આઇજી નીલિપ્ત રાય દ્વારા મોરબી ની મુલાકાત લેવામાં આવી હોય અને એસપી
સહિતના અધિકારીઓને કોઈપણ ગુનેગારને છાવરવામાં ના આવે તેવી સૂચના આપવામાં આવી હતી. જે
બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં એક એ.એસ.આઈ.ને સસ્પેન્ડ કરવામાં આવ્યા પોલીસ બેડામાં
ખળભાટ જોવા મળી રહ્યો છે.
રેન્જ
આઇજી નીલિપ્ત રાય દ્વારા મોરબીની મુલાકાત બાદ કડક કાર્યવાહીની શરૂઆત થઈ હોય તેવું લાગી
રહ્યું છે. જેમાં તાજેતરમાં પ્રકાશ શેરસીયા નામનો યુવાન પોતાના મજુર માટે પીપળી રોડ
દારૂના અડ્ડા પર દારૂ લેવા ગયા બાદ ચાર શખસે તેનું અપહરણ કરીને માર મારી 37,000ના મુદ્દામાલની
લૂંટ ચલાવી માર મારવામાં આવ્યો હતો. જે યુવાન મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે
ગયા બાદ પોલીસને જાણ કરવામાં આવી છતાં મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ. સબળાસિંહ
સોલંકીએ ફરિયાદ લેવામાં આનાકાની કરી હોવાની સૂત્રોમાંથી માહિતી મળી હતી. જે ધટનાને
પગલે હાલમાં તેઓને મોરબી એસપી મુકેશ પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી
મળી છે.