• ગુરુવાર, 12 માર્ચ, 2026

મિલકત સબંધી ગુનાઓ આચરતા ઇસમને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી ક.ઈ.ઇ.

અમરેલી, તા.11 : અમરેલી જિલ્લામાં ચોરી, લૂંટ સહિતના મિલકત-સબંધી ગુનાઓ કરવાની ટેવ વાળા ઇસમો, કે જે નાગરિકોની માલ-મિલકતની ચોરી કરતા હોય, આવા મિલકત સબંધી ગુનાઓ આચરતા ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાય સુદૃઢ બને તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી. જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સટ. એ.ડી.ચાવડાએ અમરેલી જિલ્લાપમાં મિલકત સબંધી ગુનાઓ આચરતો ઇસમ રામકુ કાળુભાઇ વાઘેલા (રહે.સનાળી, તા.વડિયા) વિરુદ્ધના પુરાવાઓ એકઠા કરી, પાસા દરખાસ્તઇ તૈયાર કરી, પોલીસ અધિક્ષક મારફતે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી આપી હતી જેમાં મહોર લાગી  જતા રામકુ કાળુભાઇ વાઘેલાને પાસા વોરંટની બજવણી કરી, પાલનપુર જિલ્લા જેલ, ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલો છે.

ઇ-પેપરના નવા શુલ્ક