નવી દિલ્હી, તા.12: વિશ્વ ક્રિકેટના સર્વકાલિન મહાન ખેલાડીઓમાં સામેલ વેસ્ટ ઇન્ડિઝના સર વિવિયન રિચર્ડસે ભારતીય ટીમની હાલની સફળતા અને તેની બાદશાહતને સલામ કરી છે. રિચર્ડસનું માનવું છે કે સફેદ દડાના ક્રિકેટમાં (વન ડે અને ટી-20)માં ભારતીય ટીમ એ સ્તરે પહોંચી છે, જે સ્તરે એક સમયે વેસ્ટ ઇન્ડિઝ ટીમ હતી.
વિવિયન
રિચર્ડસે એક મુલાકાતમાં જણાવ્યું કે ભારતીય ટીમ વિશેષ રૂપે લિમિટેડ ઓવર્સમાં એક અલગ
ઊંચાઈ પર પહોંચી છે. તેમણે ભારતીય ચાહકોની પણ પ્રશંસામાં કહ્યું જે દેશમાં ક્રિકેટને
આટલો પ્યાર મળે તે દેશનું વિશ્વ વિજેતા બનવું સાચું પરિણામ છે. રિચર્ડસે ભારતની સફેદ
દડાની ટીમની તુલના 1970ના દશકની એ મહાન વેસ્ટ ઇન્ડિઝ ટીમ સાથે કરી જેણે 197પ અને
1979ના શરૂઆતી બે વિશ્વ કપ જીતી ક્રિકેટ જગત પર રાજ કર્યું હતું.
ટીમ
ઇન્ડિયા 2024માં ટી-20 વર્લ્ડ કપ વિજેતા બની હતી એ પછીની તમામ દ્વિપક્ષી શ્રેણી કબજે
કરી હતી અને હવે 2026 ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બની છે. આ પહેલા 202પમાં ચેમ્પિયન્સ ટ્રોફી
જીતી હતી. એશિયા કપ પણ કબજે કર્યો હતો.