• ગુરુવાર, 12 માર્ચ, 2026

રાહુલ તો જલેબીની ફેક્ટરી શરૂ કરે છે : ભાજપ સાંસદ

રવિશંકર પ્રસાદે કહ્યું, રાહુલને સંસદમાં બોલવા ન દેવાતા હોવાનો આરોપ લાગે છે પણ તેઓ બોલે છે શું ?

નવી દિલ્હી, તા. 11 : લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન કોંગ્રેસે પ્રસ્તાવ અંગે કહ્યું હતું કે ઓમ બિરલાએ નેતા પ્રતિપક્ષને સમય જ નથી આપ્યો છે. 20 વખત તેઓને બોલતા રોકવામાં આવ્યા છે.હવે આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે રાહુલ ગાંધીને બોલવા ન દેવાતા હોવાની ફરીયાદો થાય છે પણ સવાલ એ છે કે રાહુલ બોલે છે શું ? હરિયાણા ચૂંટણી પ્રચારમાં પોતે ગયા હતા તો કોઈએ કહ્યું કે રાહુલ જલેબીની ફેક્ટરી કરવાના છે. બાદમાં વીડિયો પણ બતાવવામાં આવ્યો હતો.

ભાજપ નેતાએ કહ્યું હતું કે રાહુલના દાવા સાંભળીને પોતાને આશ્ચર્ય થયું હતું. દેશના ગામે ગામ જલેબી બને છે. તેને ફેક્ટરીમાં બનાવવામાં આવતી નથી. રાહુલે અમેરિકી રાજદૂતને કહ્યું હતું કે, ઈસ્લામીક કટ્ટરપંથ કરતા હિંદુ કટ્ટરવાદ વધારે ચિંતાજનક છે. રાહુલે આવી ઘણી નિવેદનબાજી કરી છે જેનું લિસ્ટ ખુબ જ લાંબુ છે. આગળ રવિશંકરે કહ્યું હતું કે રાહુલ આરોપ મુકે છે કે બોલવા નથી દેવાતા પણ તેમનું બોલવું છે કેવું ? રાહુલના કહેવા પ્રમાણે તપસ્યાથી ગરમી મળે છે. આવું સાંભળીને પોતેનો ચોંકી ઉઠયા હતા. હકીકતમાં ઈન્દિરા ગાંધીના પોત્રનું આ કેવું જ્ઞાન છે.

ઇ-પેપરના નવા શુલ્ક