અમેરિકી પ્રતિનિધિ મંડળમાં એલન મસ્ક સહિતના ચહેરાઓ સામેલ
બીજિંગ,
તા. 13 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
બુધવારે ચીનની રાજધાની બીજિંગ પહોંચ્યા હતા. જ્યાં તેમની ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ
સાથે મહત્ત્વની શિખર વાર્તા થઈ હતી. દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચે વધી
રહેલા તણાવ, ઈરાન સંકટ અને વ્યાપારીક વિવાદ વચ્ચે ટ્રમ્પનો ચીન પ્રવાસ અત્યંત મહત્ત્વનો
માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પની સાથે ઉદ્યોગ
જગતનાં ઘણાં મોટાં નામ બીજિંગ પહોંચ્યા હતા. તેમનાં પ્રતિનિધિ મંડળમાં એલન મસ્ક અને
જેનસન હુઆંગ સામેલ છે. માનવામાં આવે છે કે અમેરિકા ચીનના પ્રવાસનાં માધ્યમથી વ્યાપારિક
સમજૂતીઓને આગળ વધારવા અને ટેક્નોલોજી તેમજ સપ્લાય ચેન સંબંધિત તણાવને ઘટાડવાની કોશિશ
કરશે. બાજિંગ પહોંચેલા ટ્રમ્પનું સ્વાગત ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગે કર્યું હતું.
આ દરમિયાન
અમેરિકામાં ચીનના રાજદૂત શીએ ફેંગ, ચીનમાં અમેરિકી રાજદૂત ડેવિડ પડર્યૂ અને ચીનના વરિષ્ઠ
અધિકારીઓ હાજર રહ્યા હતા. હવે ગુરુવારે ટ્રમ્પનાં સન્માનમાં ઔપચારિક રાજ્ય સમારોહ આયોજિત
કરવામાં આવશે.
આ લગભગ
એક દશક બાદ કોઈ વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિની ચીન યાત્રા છે.