• મંગળવાર, 23 જૂન, 2026

ઉદ્ધવ જૂથના વિધાયકો તૂટવાની આશંકા !

-ઉદ્ધવે બોલાવેલી બેઠકમાં 3 વિધાયક અને એક એમએલસી ગાયબ : છ સાંસદ શિંદે જૂથમાં ભળ્યા

મુંબઈ, તા. 22 : શિવસેના (ઉદ્ધવ)માં મોટી ઉઠાપટક ચાલી રહી છે. છ બાગી સાંસદો બાદ હવે 14 વિધાયક પણ એકનાથ શિંદેની છાવણીમાં જવા માટે તેયાર હોવાના અહેવાલો મળ્યા છે. આ અહેવાલથી ઉદ્ધવ જૂથમાં હડકંપ મચ્યો છે અને એક ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. શિવસેના યુબીટી ઉપર સાંસદો બાદ વિધાયકો તૂટવાનું જોખમ તોળાઈ રહ્યું છે. સૂત્રો અનુસાર ઉદ્ધવના 14 વિધાયક શિંદેના સંપર્કમાં છે. આ દરમિયાન સોમવારની બેઠકમાં ત્રણ એમએલએ અને એક એમએલસી ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ ઉદ્ધવના છ સાંસદ શિંદેની શિવસેનામાં સામેલ થયા હતા. મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવના 20 વિધાયક છે. જો 14 વિધાયક તૂટીને શિંદે જૂથમાં સામેલ થશે તો

ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 6 વિધાયક બચશે. આ વાતનો સંકેત મળતા જ ઉદ્ધવ ઠાકરે તરત જ એક બેઠક બોલાવી હતી અને વિધાયકો મામલે ચર્ચા કરવામાં આવી હતી. જો સાંસદો સાથે વિધાયકો પણ શિંદે જૂથ સાથે જોડાશે તો મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ભૂકંપ જોવા મળી શકે છે.  આ દરમિયાન ઓપરેશન ટાઇગર અંગે આદિત્ય ઠાકરેએ કટાક્ષ કર્યો હતો અને સરકારને શાસન ઉપર ધ્યાન આપવા કહ્યું હતું. આદિત્યએ કહ્યું હતું કે, વિદેશ નીતિ, પાણીની સ્થિતિ, મોંઘવારી અને અંતરીક્ષ સુરક્ષા ઉપરાંત મહિલાઓની વાત ભાજપને સંભળાતી નથી, માત્ર તોડફોડ ઉપર જ ધ્યાન છે.

ઇ-પેપરના નવા શુલ્ક