શીખ, હિંદુ ધર્મગુરુઓએ ઈરાનમાં ખામેનેઈને શ્રદ્ધાંજલી આપી : નવમી જુલાઈએ થશે દફન વિધિ
નવી
દિલ્હી, તા. 3 : ઈરાન અમેરિકી હુમલામાં જીવ ગુમાવનારા સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીને
શ્રદ્ધાંજલી આપવા માટે અઠવાડિયું ચાલનારો અંતિમ સંસ્કારનો કાર્યક્રમ આયોજીત કરી રહ્યું છે. જેમાં લાખો લોકો સામેલ થવાની સંભાવના છે. કાર્યક્રમ
ચાર જુલાઈએ શરૂ થયા બાદ નવ જુલાઈએ પવિત્ર શહેર મશહદમાં દફનવિધિ સાથે પુરો થશે. મશહદ
ખામેનેઈનું ગૃહ નગર પણ છે. આ પહેલા શુક્રવારે અલી ખામેની અને પરિવારના સભ્યોના મૃતદેહોને
ઈમામ મુમૈની ગ્રેંડ મોસાલા મસ્જિદ લવાયા હતા. જયાં લોકોએ શ્રદ્ધાંજલી આપી હતી.
વધુમાં
ભારતથી પહોંચેલા ધર્મગુરુઓએ પણ ઈરાનના સુપ્રીમ લીડરને શ્રદ્ધાંજલી આપી હતી. ભારતમાં
સ્થિત ઈરાની દૂતાવાસે શ્રદ્ધાંજલીની તસવીર પણ શેર કરી હતી. જેમાં ભગવાધારી હિંદુ, પાઘડીધારી
શીખ ધર્મગુરૂ શ્રદ્ધાંજલી આપતા જોવા મળ્યા હતા. ધાર્મિક ગુરુઓ ઉપરાંત રાજનેતા અને અન્ય
પ્રતિનિધિમંડળ પણ અંતિમવિધિમાં પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહબૂબા મુફ્તી
અને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ખિરાજ એ અકીદત કરી હતી. આ કાર્યક્રમની શરૂઆત પણ અમેરિકા
માટે એક સંકેત માનવામાં આવે છે, કારણ કે ચાર જુલાઈએ અમેરિકા પોતાનો સ્વતંત્રતા દિવસ
ઉજવે છે.
ઈરાનના
રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ રાજ્યકક્ષાની
અંતિમવિધિમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે, પીએમ મોદી પોતે આ પ્રતિનિધિમંડળનો
હિસ્સો બને તેવી શક્યતા ઓછી છે. ભારત તરફથી બિહારના ગવર્નર જનરલ સૈયદ હસનૈન અને વિદેશ
રાજ્યમંત્રી પવિત્ર માર્ગેરિટા ઈરાન જશે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષ તરફથી પૂર્વ વિદેશ
મંત્રી સલમાન ખુર્શીદ પણ આ દફનવિધિના કાર્યક્રમોમાં ભાગ લેશે.