• બુધવાર, 15 જુલાઈ, 2026

શાળા મૂલ્યાંકનમાં ત્રીજી ભાષામાં પાસ થવું અનિવાર્ય ઃ ઈઇજઊનો નિર્દેશ

નહીંતર ધો. 10નું પ્રમાણપત્ર મળશે નહીં શાળાઓને જારી વિસ્તૃત માર્ગદર્શિકામાં કરાઈ સ્પષ્ટતા

નવી દિલ્હી, તા. 14 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 સાથે સંલગ્ન નવી ભાષા નીતિના અમલીકરણ અંગે શાળાઓને વિગતવાર માર્ગદર્શિકા જારી કરી છે. બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, 2027-28 શૈક્ષણિક સત્રથી ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષા (આર-3) માટે કોઈ બોર્ડ પરીક્ષા નહીં હોય. જો કે, વિષય માટે શાળા-સ્તરનું મૂલ્યાંકન (આંતરિક મૂલ્યાંકન) પાસ કરવું ફરજિયાત રહેશે. જો વિદ્યાર્થીઓ મૂલ્યાંકન પાસ કરવામાં નિષ્ફળ જાય, તો તેમને ધોરણ-10 પાસ પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં.

નવી સિસ્ટમ હેઠળ ધોરણ-9થી વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓનો અભ્યાસ ફરજિયાત રહેશે, જેમાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હશે.

10 જુલાઈના પરિપત્રમાં બોર્ડે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ધોરણ-10માં શાળા-આધારિત આર-3 મૂલ્યાંકન પાસ કરવું આવશ્યક છે. જે વિદ્યાર્થીઓ આંતરિક મૂલ્યાંકનમાં નિષ્ફળ જાય છે તેમને અંતિમ બોર્ડ પરિણામોની જાહેરાત પહેલાં તેમની શાળાઓમાં ફરીથી મૂલ્યાંકન કરાવવાની જરૂર પડશે.

બોર્ડે પુનરોચ્ચાર કર્યો છે કે, ધોરણ 9માં શાળા-આધારિત આર-3 મૂલ્યાંકનમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને અટકાવવામાં આવશે નહીં, તેમને 2027-28 શૈક્ષણિક વર્ષ માટે ધોરણ 10માં બઢતી આપવામાં આવશે, પરંતુ ધોરણ-10માં અભ્યાસ કરતી વખતે બાકી રહેલા ધોરણ-9 આર-3 મૂલ્યાંકનને પાસ

કરવું પડશે.

સ્પષ્ટતા 29 જૂને જારી કરાયેલા બોર્ડના પરિપત્રને અનુસરે છે, જેમાં નવી નીતિ હેઠળ ત્રણ-ભાષા ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક