• બુધવાર, 15 જુલાઈ, 2026

968 દિવસના લાંબા અંતરાલ બાદ બુમરાહનું વન ડેમાં પુનરાગમન

150 વિકેટ પણ પૂરી કરી

નવી દિલ્હી, તા.14 ટીમ ઇન્ડિયાનો સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહ 968 દિવસના લાંબા અંતરાલ બાદ વન ડે રમવા માટે મેદાનમાં ઉતર્યોં હતો. ઇંગ્લેન્ડ સામેના પ્રથમ વન ડે મેચમાં બુમરાહ બે વર્ષ અને 8 મહિના પછી વન ડે ફોર્મેટમાં પુનરાગમન કર્યું હતું. બુમરાહ ભારત તરફથી પહેલા આખરી વન ડે મેચ 19 નવેમ્બર-2023ના રોજ રમ્યો હતો. જે વન ડે વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો હતો. જેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની હાર થઇ હતી અને વિશ્વ ખિતાબ ચૂકી ગઇ હતી. બુમરાહના વર્કલોડને બીસીસીઆઇ મેનેજ કરે છે. રણનીતિ અનુસાર તેને વારંવાર રેસ્ટ આપવામાં આવે છે. હવે 2027માં ફરી વન ડે વિશ્વ કપ રમાશે. આથી બુમરાહને ફોર્મેટમાં ઉતરાવામાં આવી રહ્યો છે.

બુમરાહે વન ડે કેરિયરની 10 વિકેટ પણ આજે પૂરી કરી હતી. તે ઓછા દડામાં 10 વિકેટ લેનારો ભારતનો ત્રીજા નંબરનો બોલર બન્યો હતો. મોહમ્મદ શમીએ 4070 દડામાં 10 વિકેટ પૂરી કરી હતી. બુમરાહે 460 દડામાં 10 લીધી છે. સૂચિમાં બીજા સ્થાને કુલદીપ યાદવ (412 દડા) છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક