• મંગળવાર, 14 જુલાઈ, 2026

ભોજદે ગિર ગામની ચેક પોસ્ટ પાસે બે કાર વચ્ચે અકસ્માત

નવ લોકોને ઈજા : ઈકો ચાલકને સારવાર માટે જૂનાગઢ, મુસાફરોને વેરાવળ રીફર કર્યા 

તાલાલા ગિર, તા.13: તાલાલા તાલુકાનાં ભોજદે ગિર ગામનાં ચેક પોસ્ટ પાસેના ભયંકર વળાંકમાં બપોરે ઈકો અને સ્વીફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત અંગે પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે તાલાલા તાલુકાનાં ભોજદે ગિર ગામનાં ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસેનાં વળાંકમાં બપોરે જૂનાગઢ તરફથી આવતી પેસેન્જર ભરેલી ઈકો અને તાલાલાથી જૂનાગઢ તરફ જતી સ્વીફ્ટ કાર સામસામી અથડાતાં અકસ્માત સર્જાયો હતો. માર્ગ ઉપરથી પસાર થતા રાહદારીઓએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાલાલા સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબ ડો.હિરેન કારેલિયાએ ઈકોનાં ડ્રાઈવર સાજીદભાઈ નુરમામદભાઈ સમા (ઉં.વ.25) રે.નવાગામ (જૂનાગઢ)ને માથામાં ગંભીર ઈજા હોય તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી જુનાગઢ રીફર કર્યા હતા. જ્યારે ઈકોમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરો પૈકી ભગાભાઈ પરમાર (ઉં.વ.40), જેઠીબેન પરમાર (ઉં.વ.60), રાંભીબેન કરમટા (ઉં.વ.40) રે.ત્રણેય પીપળવા ગિર, બાઉદીનભાઈ મુસ્તુફા (ઉં.વ.62), ઉજમાબેન મકવાણા (ઉં.વ.16), યાસ્મીનબેન મોરી (ઉં.વ.19), ગુલનાઝબેન મોરી (ઉં.વ.45મ્ રે. ચારેય જાંબુર ગિર, ભાવીશાબેન પરમાર (ઉં.વ.24) રે.ભાટિયા સહિત કુલ આઠ લોકોને ઈજાઓ થતાં તમામને વધુ સારવાર માટે વેરાવળ સરકારી હોસ્પિટલમાં રીફર કર્યા હતા.

અકસ્માતની જાણ થતાં તાલાલા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફ્લેમિંગ અને CSKનો 18 વર્ષનો નાતો તૂટયો: કોચપદેથી હટી ગયા July 14, Tue, 2026