તબિયત ગંભીર હોવાથી તાત્કાલિક સુનાવણી
માટે રજૂઆત,
17મીએ થશે
સુનાવણી
(અમારા પ્રતિનિધિ
તરફથી)
અમદાવાદ, તા.14ઃ
સગીરા સાથે
દુષ્કર્મના કેસમાં
દોષિત ઠરેલા
અને રાજસ્થાનની
જોધપુર જેલમાં
આજીવન કેદની
સજા ભોગવી
રહેલા 90 વર્ષીય
આસારામે ફરી
એકવાર સુપ્રીમ
કોર્ટનો દરવાજો
ખખડાવ્યો છે.
આ વખતે
તેમણે ગંભીર
તબિયતનો હવાલો
આપીને તબીબી
આધારે જામીન
(મેડિકલ બેલ)
આપવા અપીલ
કરી છે.
આસારામ તરફથી
વકીલ દ્વારા
રજૂઆત કરવામાં
આવી છે
કે તાજેતરમાં
તેમને અચાનક
આંતરિક રક્તસ્રાવ
થયો હતો,
જેના કારણે
તેમની સ્થિતિ
ગંભીર બની
ગઈ હતી
અને તેમને
જોધપુર સ્થિત
એઈમ્સ હોસ્પિટલમાં
દાખલ કરવા
પડÎા
હતા. તેમના
વકીલોનું કહેવું
છે કે
હાલ તેમની
તબિયત અત્યંત
નાજુક છે
અને તેમને
લોહી પણ
ચઢાવવું પડÎું
હોવાથી સારવાર
માટે જામીન
આપવામાં આવે.
આસારામ તરફથી
વરિષ્ઠ વકીલ
ડી.એસ.
નાયડૂએ સુપ્રીમ
કોર્ટની જસ્ટિસ
એમ.એમ.
સુંદરેશ અને
જસ્ટિસ પી.બી.
વરાલેની બેન્ચ
સમક્ષ રજૂઆત
કરી હતી.
સુપ્રીમ કોર્ટે
હાલ માત્ર
અરજીને સુનાવણી
માટે સ્વીકારી
છે. કોર્ટે
જામીન આપવા
અંગે કોઈ
નિર્ણય કર્યો
નથી. હવે
17 જુલાઈએ બન્ને
પક્ષની દલીલો
સાંભળ્યા બાદ
કોર્ટ મેડિકલ
આધાર પર
રાહત આપવી
કે નહીં
તે અંગે
નિર્ણય કરશે.