• બુધવાર, 15 જુલાઈ, 2026

મેસ્સી કે કેન, આર્જેન્ટિના કે ઈંગ્લેન્ડ ઃ કોણ પહોંચશે વર્લ્ડ કપના ફાઇનલમાં ?

એટલાંટા, તા.14 બે દશક બાદ બુધવારે મોડી રાત્રે વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના અને ઈંગ્લેન્ડ વચ્ચે ફીફા વર્લ્ડ કપ-2026ના સેમી ફાઇનલમાં ટક્કર થશે. બન્ને ટીમ વચ્ચેનો ફૂટબોલ મુકાબલો વિશ્વ કપના સૌથી જૂના પ્રતિસ્પર્ધીઓમાંનો એક છે. ફીફા વર્લ્ડ કપના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ-આર્જેન્ટિનાની મેચમાં ટકકર થઇ છે. જેમાં ઈંગ્લેન્ડના 3 મેચમાં અને આર્જેન્ટિનાના 2 મેચમાં જીત થઇ છે. જેમાં એક મુકાબલો પેનલ્ટી શૂટઆઉટમાં જીત્યો હતો.

ઇંગ્લેન્ડ-આર્જેન્ટિના વચ્ચે પહેલી ટક્કર 1962માં થઇ હતી. ત્યારે લીગ રાઉન્ડના મેચમાં ઈંગ્લેન્ડનો 3-1 ગોલથી વિજય થયો હતો. 1966ના ક્વાર્ટર ફાઇનલમાં ઈંગ્લેન્ડનો આર્જેન્ટિના વિરુદ્ધ 1-0 ગોલથી વિજય થયો હતો. પછી તે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ટીમ ચેમ્પિયન બની હતી. જે તેનો એકમાત્ર ફીફા ખિતાબ છેહવે વખતે મેકિસકો સિટીના અજટેકા સ્ટેડિયમ પર બન્ને ટીમ વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે કસોકસની ટકકર થશે. મેચમાં આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સી અને ઈંગ્લેન્ડના કપ્તાન હેરી કેન પર નજર રહેશે. મેસ્સી 8 અને કેન 6 ગોલ કરી ચૂક્યા છે અને તેમની ટીમ માટે ફરી એકસ ફેક્ટર બની શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક