• બુધવાર, 15 જુલાઈ, 2026

સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનાર પડધરી પંથકના બે શખસ અંતે ઝડપાયા

જૂનાગઢ તા.14 જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં બે દિવસ પહેલા પ્રવાસી તરીકે આવેલા શખ્સએ પિંજરામાં રહેલા વાઘની પજવણી કર્યાનો વિડીયો વાયરલ થતા ઝૂ તંત્રે તપાસ કરી પડધરી પંથકના બે શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેસક્કરબાગ ઝૂમાં ગત તા.12ના રોજ પ્રવાસી તરીકે આવેલા પડધરીના બોડીઘોડી ગામના દેવા નાગજી શિરોડિયા ..43 અને તે ગામના બાબુ ભીમા શિરોડીયાએ પિંજરામાં રહેલા વાઘ ઉપર ખમચો ફેંકી પજવણી કરતો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. સાથે વનતંત્ર દ્વારા તપાસ હાથ ધરી વિડીયો ડાઉનલોડ કરનાર શખ્સની ઓળખ મેળવી જુનાગઢ નેત્રમ શાખાની મદદ વડે પડધરી પંથકના બંને શખ્સને ઓળખી કાઢી બંનેની ધરપકડ કરી હતી. બંને સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગુનામાં માસથી વધુની જેલની સજાની જોગવાઈ છે જોકે બંને શખ્સએ ગુનાની કબૂલાત કરી જાહેરમાં માફી પણ માગી હતી. પરંતુ આવા બનાવો અટકાવવા માટે બંને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક