- લેન્ડગ્રાબિંગ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવ્યા ઃ ચૌલાદેવીની ફરિયાદ બાદ હવે સત્ય તપાસવા પોલીસે હાથ ધરી કાર્યવાહી
પોરબંદર તા.14
ઃ પોરબંદર
શહેરમાં લેન્ડગ્રાબિંગના
ગુનામાં સંડોવાયેલા
આરોપી હિરલબા
જાડેજાનો જૂનાગઢ
જેલમાંથી ટ્રાન્સફર
વોરંટ દ્વારા
કબજો લેવામાં
આવ્યો છે.
પોલીસ દ્વારા
તેમને પોરબંદર
લાવી આગળની
પૂછપરછ હાથ
ધરવામાં આવી
છે.
પ્રાપ્ત માહિતી
મુજબ પોરબંદરના
ભુરા મુન્જાના
પત્ની ચૌલાદેવી
ઉર્ફે ચૌલાબેન
ભુરાભાઈ જાડેજાએ
હિરલબા જાડેજા
સામે લેન્ડગ્રાબિંગની
ફરિયાદ નોંધાવી
હતી. ફરિયાદમાં
આક્ષેપ કરવામાં
આવ્યો હતો
કે ભુરાભાઈ
જાડેજાના અવસાન
બાદ સૂરજ
પેલેસ બંગલા
ખાતેથી ચૌલાબેનને
હિરલબા જાડેજાએ
કાઢી મૂક્યા
હતા અને
સૂરજ પેલેસ
બંગલો સહિત
1.20 કરોડની મિલ્કત
ઉપર ગેરકાયદેસર
કબજો જમાવી
લીધો હતો.
ડી.વાય.એસ.પી.
ઋતુ રાબ
એ જાણકારી
આપી હતી
કે હિરલબા
જાડેજા સામે
અગાઉ હથિયારધારા,
સાયબર ક્રાઈમ,
વ્યાજવટાવ સહિત
ધાકધમકી અને
ખંડણી માંગવા
સહિતના 7 ગંભીર
ગુનાઓ નોંધાયેલા
છે. હાલ
લેન્ડગ્રાબિંગનો 8મો
ગુનો ઉમેરાયો
છે. હિરલબા
જાડેજા હાલ
જૂનાગઢ જેલમાં
હતા. કોર્ટની
મંજૂરીથી ટ્રાન્સફર
વોરંટ દ્વારા
તેમનો કબજો
લેવામાં આવ્યો
છે. ત્યારબાદ
તેમની પોરબંદરમાં
આગળની કાયદેસરની
પૂછપરછ અને
તપાસ હાથ
ધરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરની
કમિટીએ તપાસ
કર્યા બાદ
લેન્ડગ્રાબિંગ એક્ટ
હેઠળ ગુનો
નોંધવાનો આદેશ
આપ્યો હતો.
તે અનુસંધાને
ફરિયાદ નોંધાઈ
હતી અને
બંગલા ખાતે
જઈને પંચનામું
પણ કરવામાં
આવ્યું હતું.
હિરલબા જાડેજા
સામે છેલ્લા
1 દાયકામાં 2016થી
2026 સુધી 2 રાજ્યોમાં
મળી કુલ
8 ગુનાઓ નોંધાયા
છે. આર્મ્સ
એક્ટ, આઈ.ટી.
એક્ટ, ખંડણી,
મારામારી અને
વ્યાજવટાવ જેવા
ગુનાઓનો સમાવેશ
થાય છે.
હાલ આગળની
કાર્યવાહી પોરબંદર
પોલીસ દ્વારા
કરવામાં આવી
રહી છે.