• રવિવાર, 19 જુલાઈ, 2026

અભિષેક બેનરજીનાં કાર્યાલય ઉપર ફર્યું બુલડોઝર

ગેરકાયદેસર નિર્માણની નોટિસોનો કોઈ જવાબ નહીં મળતા આખરે કાર્યવાહી : માહોલ તંગ બન્યો, સઘન સુરક્ષા બંદોબસ્ત

નવી દિલ્હી, તા.18: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ સરકારનાં તેવર સખત વર્તાઈ રહ્યાં છે. રાજ્યની શુભેન્દુ અધિકારીની સરકારે તૃણમૂલ કોંગ્રેસનાં શીર્ષ નેતૃત્વને જ મોટો ઝટકો આપતાં આજે સવારે તૃણમૂલ કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહામંત્રી અને ડાયમંડ હાર્બરનાં સાંસદ અભિષેક બેનરજીનાં એક કાર્યાલય ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.

દક્ષિણ 24 પરગના જિલ્લાનાં અમતાલા-બારુઈપુર રોડ ઉપર સ્થિત અભિષેકનાં આ પાંચ માળનાં આલીશાન કાર્યાલયને જિલ્લા પ્રશાસન અને નગર નિગમે અવૈધ બાંધકામ ગણાવીને તેને જમીનદોસ્ત કરી નાખવા માટે એક સાથે 3 જેસીબી મશીન કામે લગાવી દીધા હતાં. આ બુલડોઝર કાર્યવાહીની જાણકારી મળતાં જ બંગાળની રાજકીય આલમમાં હડકંપ મચી ગયો હતો.  અભિષેક બેનરજીને અનેકવાર કાનૂની નોટિસ જારી કરીને જવાબ પણ માગવામાં આવ્યા હતો પણ તેમનાં તરફથી કોઈ જવાબ કે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું ન હતું. આખરે ભારે સુરક્ષા વચ્ચે આજે પ્રશાસનિક ટીમ ત્યાં પહોંચી હતી અને પછી ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજે સવારે આ કાર્યવાહી શરૂ થતાં જ ત્યાં ભાજપ અને તૃણમૂલનાં કાર્યકરો અને સમર્થકો એકત્ર થઈ ગયા હતાં અને તેમનાં વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં માહોલ તંગ બની ગયો હતો. જેનાં હિસાબે વધારાનાં સુરક્ષાદળોને પણ ત્યાં બોલાવવા પડયા હતાં.

 

ઇ-પેપરના નવા શુલ્ક