• શનિવાર, 18 જુલાઈ, 2026

રૂટના 99* રનથી ઇંગ્લેન્ડની જીત શ્રેણી 1-1ની બરાબરી પર

કાલે નિર્ણાયક મુકાબલો

કાર્ડિફ, તા.17: ભારત સામેની 3 મેચની વન ડે શ્રેણી 1-1થી જીવંત રાખવામાં ઈંગ્લેન્ડ સફળ રહ્યું છે. ગઇકાલે રાત્રે રમાયેલા બીજા મેચમાં સ્ટાર બેટર જો રૂટની 99 રનની અણનમ ઈનિંગથી ઈંગ્લેન્ડનો 4 વિકેટે વિજય થયો હતો. ભારતના 233 રનના જવાબમાં ઈંગ્લેન્ડે 44.1 ઓવરમાં 6 વિકેટે 23પ રન કરી જીત નોંધાવી હતી. રૂટ પાસે સદી પૂરી કરવાનો મોકો હતો, જીત માટે 3 રનની જરૂર હતી. ત્યારે રૂટે સ્ટ્રાઇક પરના બેટર ગસ એટકિન્સનને ચોક્કો મારવાની છૂટ આપી હતી. એટકિન્સને સીંગલ ન લઇને વિનિંગ બાઉન્ડ્રી મારી હતી. આ સાથે જ રૂટ જીતની ખુશીમાં ઉછળી પડયો હતો. પોતાની સદી કરતા તેણે ટીમની જીતનું મહત્ત્વ સાબિત કર્યું હતું. રૂટની આ ખેલભાવનાની મેચ બાદ ભારતીય કપ્તાન શુભમન ગિલે પણ પ્રશંસા કરી હતી.

રૂટ 133 દડામાં 9 ચોક્કાથી 99 રને નોટઆઉટ રહ્યો હતો. એટકિન્સન 23 રને અણનમ રહ્યો હતો. સેમ કરને 26 અને વિલ જેકસે 30 રનનું યોગદાન આપ્યું હતું. ડકેટ ગોલ્ડન ડક થયો હતો.

બેથમ 4, કેપ્ટન બ્રુક 16 અને બટલર 17 રને આઉટ થયા હતા. ભારત તરફથી ગુરનુર બ્રારે 2 વિકેટ લીધી હતી. બુમરાહ, પ્રસિદ્ધ, શિવમ અને અક્ષરને 1-1 વિકેટ મળી હતી. અંતિમ મેચ રવિવારે રમાશે.

ઇ-પેપરના નવા શુલ્ક