• શનિવાર, 18 જુલાઈ, 2026

ગોંડલમાં ટ્રાફિકને અવરોધતા 20 રિક્ષાચાલકને દંડ ફટકારાયો

ગોંડલ, તા.17: ગોંડલના માંડવીચોક અને ટાઉનહોલ સામે પેસેન્જર ભરવાની લહાયમાં આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિકને અવરોધતા ઓટોરિક્ષા ચાલકો સામે પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે. અખબારોમાં તસવીરો સાથે આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને બે દિવસમાં ટ્રાફિકને અડચણરૂપ બનતી 18થી 20 જેટલી રિક્ષાઓને દંડ ફટકારી ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી ટ્રાફિક જામ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે

ટ્રાફિકની આ વિકટ સમસ્યા અંગેની રજૂઆત જિલ્લા પોલીસ અધિક્ષક વિજયાસિંહ ગુર્જર સુધી પહોંચતા તેમણે ટ્રાફિકને અવરોધતા તત્વો સામે કડક પગલા ભરવાની સૂચના આપી હતી. જેના પગલે બન્ને ડિવિઝનના પીઆઈ સહિતના પોલીસ કાફલાએ સાંજના સમયે ટાઉનહોલ, માંડવીચોક, કડિયાલાઈન અને બસસ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રાલિંગ હાથ ધરીને રિક્ષા ચાલકો તથા ગમે ત્યાં વાહનો પાર્ક કરતા લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક