• શનિવાર, 18 જુલાઈ, 2026

સિંધુ જળ વિવાદમાં પાકને બેવડો ફટકો

કેસ પણ લડી રહ્યંy છે અને ભારતનો ખર્ચ પણ ઊઠાવી રહ્યું છે

નવી દિલ્હી, તા.17  :  પાકિસ્તાને સિંધુ જળ સંધિ વિવાદને અંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા પાસે લઈ જઈ ભારત પર દબાણ બનાવવાનો પેંતરો તેને જ ભારે પડતો દેખાઈ રહ્યો છે. એક અખબારી અહેવાલ અનુસાર ભારત દ્વારા મધ્યસ્થતાની કાર્યવાહીથી પોતાને અલગ કરવા અને સંધિને હાલમાં સ્થગિત કરવાના નિર્ણય બાદ પાકિસ્તાન માત્ર પોતાનો જ નહીં, પરંતુ ભારતના ભાગનો મધ્યસ્થતા ખર્ચ પણ ઊઠાવી રહ્યું છે. હેવાલ મુજબ ઈસ્લામાબાદ અત્યાર સુધીમાં છ લાખ ડોલરથી વધુ ખર્ચ કરી ચૂક્યું છે અને જેમ જેમ મામલો આગળ વધશે તેમ તેમ આ રકમ પણ વધવાની સંભાવના છે.

પીઓકે પર પાકનો નાપાક કારસો

છીછરાઈની છેલ્લી હદ વટાવી રહેલાં પાકિસ્તાને પોતાના નાપાક ઈરાદાની પ્રતીતિ ફરી કરાવી છે. પાકે પીઓકેના ગિલગિટ-બાલતિસ્તાન ક્ષેત્રને પોતાનો પાંચમો પ્રાંત બનાવવાની દિશામાં વિવાદાસ્પદ પગલું ભર્યું છે. વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કરાવીને પાક સરકારને બંધારણમાં સુધારો કરીને આ ક્ષેત્રને પાંચમો પ્રાંત ઘોષિત કરવાની માંગ કરાઈ હતી.

પ્રસ્તાવમાં ગિલગિટ-બાલતિસ્તાન ક્ષેત્રને પાકિસ્તાનની રાષ્ટ્રીય વિધાનસભા અને સેનેટમાં પ્રતિનિધિત્વ આપવાની માંગ કરાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક