• રવિવાર, 19 જુલાઈ, 2026

અંતરિક્ષમાં ભારતીય ખાનગી ક્ષેત્રનું સફળ ‘આગમન’

સ્કાઈરુટ એરોસ્પેસનાં પ્રથમ સ્વદેશી રોકેટ વિક્રમ-1નું સફળ લોન્ચિંગ: વડાપ્રધાન મોદીએ પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હી, તા.18: અંતરિક્ષ ક્ષેત્રમાં આજનો 18 જુલાઈ 2026નો દિવસ ઈતિહાસનાં પાનાઓમાં ઉમેરાઈ ગયો છે. દેશની પ્રથમ ખાનગી સ્પેસ કંપની સ્કાઈરુટ એરોસ્પેસે આજે પોતાનાં વિક્રમ-1 રોકેટું સફળ પરીક્ષણ પાર પાડયું છે. સંપૂર્ણપણે સ્વદેશ નિર્મિત ઓર્બિટલ ક્લાસ રોકેટ વિક્રમ-1નું આજે આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી બપોરે 12.0પ કલાકે સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું અને આ રોકેટ રવાના થતાં સાથે જ અવકાશ ક્ષેત્રમાં ખાનગી સાહસનાં નવા યુગનાં મંડાણ પણ થયા હતાં.

આ મહત્ત્વાકાંક્ષી પ્રાયોગિક ફ્લાઈટ લોન્ચને મિશન આગમન નામ આપવામાં આવ્યું હતું. પહેલા આ પરીક્ષણનો સમય સવારે 11.30 કલાકે નક્કી કરવામાં આવ્યો હતો પણ ખરાબ હવામાન અને નેવિગેશન સંબંધિત કેટલીક ટેકનિકલ સમસ્યાઓનાં કારણે તેનું કાઉન્ટ ડાઉન થોડા વખત માટે રોકવું પડયું હતું. જેનાં હિસાબે ઉડાન 3પ મિનિટ મોડી થઈ હતી.

મિશન આગમનમાં ઉડેલા આ રોકેટે આશરે 16 મિનિટની પોતાની આરંભિક યાત્રા કર્યા બાદ તેની સામે મોકલવામાં આવેલા મહત્ત્વનાં ઘરેલું અને વિદેશી પેલોડ્સને પૃથ્વીની સપાટીને 4પ0 કિ.મી.ની ઉંચાઈએ અને 60 ડિગ્રીનાં ઝુકાવઉપર સ્થિત લો અર્થ ઓર્બિટમાં સ્થાપિત કર્યા હતાં.

આ ઐતિહાસિક લોન્ચિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કાઈરુટનાં સંસ્થાપકો સાથે ફોન ઉપર વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતાં. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારતનાં પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-1ની સફળતાથી દેશનાં આત્મનિર્ભરતાનાં અભિયાનને વેગ મળશે. ઉલ્લેખનીય છે કે, ભારત પહેલા ફક્ત અમેરિકા  અને ચીનમાં જ આવી સિદ્ધિ નોંધાયેલી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક