નવીદિલ્હી,તા.18: આજે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંતને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. યામી ગૌતમને ફિલ્મ આર્ટિકલ 370 માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. જ્યારે શ્રેષ્ઠ અભિનેતા માટે આ વખતે બોલીવૂડ અને સાઉથના એક-એક અભિનેતાની પસંદગી કરવામાં આવી છે. સાઉથના મામૂટી અને બોલીવૂડના કાર્તિક આર્યનને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે મારણ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ એનાયત થયો છે.
શ્રેષ્ઠ
હિન્દી ફિલ્મ : શ્રીકાંત
શ્રેષ્ઠ
ફીચર ફિલ્મ : આર્ટિકલ 370
શ્રેષ્ઠ
અભિનેતા : મમૂટી, કાર્તિક આર્યન
શ્રેષ્ઠ
અભિનેત્રી : યામી ગૌતમ
શ્રેષ્ઠ
દિગ્દર્શક : રાજકુમાર પેરિયાસામી
શ્રેષ્ઠ
સહાયક અભિનેતા : સંજય મિશ્રા
શ્રેષ્ઠ
સહાયક અભિનેત્રી : રોપાશ્રી વારકડી
સ્પેશિયલ
મેન્શન એવોડ ઍ: મેઇયાઝગન
શ્રેષ્ઠ
તેલુગુ ફિલ્મ : કમિટી કુરોલુ
શ્રેષ્ઠ
ફિલ્મ ક્રિટિક : સંજીવ શ્રીવાસ્તવ
શ્રેષ્ઠ
ગુજરાતી ફિલ્મ : મારણ