• શનિવાર, 18 જુલાઈ, 2026

અમરેલીમાં હનીટ્રેપમાં સંડોવાયેલી 2 મહિલા સહિત 4 આરોપી ઝડપાયા

અમરેલી, તા.17: અમરેલીમાં રહેતા એક યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂ.1 લાખ પડાવી લેવાના ગુનામાં પોલીસે બે મહિલા સહિત કુલ ચાર આરોપીને રોકડ રકમ, છરી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. 

અમરેલીમાં રેહતા નીલેશભાઇ વિઠ્ઠલભાઇ માળવી નામના યુવકને આરોપી આરતી મોદીએ સોશિયલ મીડિયા મારફતે ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી, મેસેજ દ્વારા વાતચીત કરી સબંધ કેળવ્યો હતો. બાદમા આરોપી આરતી મોદીએ યુવકને પોતાને ધારી ખોડિયાર માતાજીએ માનતા હોય સાથે આવવાનું કહેતા આરતી યુવકના બાઈકમાં બેસી ધારી ગયા હતા. ત્યાં આરોપી રાહુલ ઉર્ફે બળવંત તથા તેની પત્ની રૂપા આવી પહોંચ્યા હતા અને આરોપી ધવલ મોદીને ફોન કરીને બોલાવ્યો હતો. ધવલના આવ્યા બાદ યુવકને ચારેય આરોપીએ છરી બતાવી, ધમકાવી મામલો પતાવવા રૂ.3 લાખની માંગણી કરી રૂ.1 લાખ બળજબરીપૂર્વક ધવલ  મોદીએ લઇ લીધા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધીએ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ બનાવમાં સંડોવાયેલા આરોપી અમરેલીમાં રહેતા ધવલ ભરતભાઈ મોદી, તેની પત્ની આરતી તથા તરકતળાવ ગામે રહેતા બળવંત ઉર્ફે નરેશ દેવાભાઈ પરમાર, તેની પત્ની રૂપાને રોકડા રૂ.95000, બે બાઈક સહિત કુલ રૂ.1,40,020 સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક