નવી દિલ્હી, તા. 17 ઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાનાં રામ મંદિરને મળેલાં દાનમાં કથિત હેરાફેરીના મામલે સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અદાલતે બનાવેલી એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ને કહ્યું હતું કે, તપાસ ઝડપથી પૂરી કરીને તાર્કિક પરિણામ સુધી પહેંચે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી તેમજ વી મોહનાની બેન્ચે એસઆઇટીને નિર્દેશ આપ્યો હતો કે દાન ચોરીના મામલે તપાસમાં થયેલી પ્રગતિનો રિપોર્ટ સીલબંધ કવરમાં જમા કરાવવામાં આવે.
બેન્ચ તરફથી
એસઆઇટીને કહેવામાં
આવ્યું હતું
કે તપાસની
ગુણવત્તા અને
પારદર્શકતાને સારી
બનાવવા માટે
કોર્ટ સામે
અલગ અલગ
અરજકર્તાઓના વિચારો
ઉપર નિષ્પક્ષ
વિચાર કરવામાં
આવે તેમજ
એસઆઇટીના રિપોર્ટ
બાદ અદાલત
રામ મંદિર
આવતા ભક્તો
દ્વારા કરવામાં
આવેલાં દાનની
વ્યવસ્થામાં સુધારા
માટે અમુક
નિર્દેશ જાહેર
કરી શકે
છે.