બ્રિક્સ સંમેલનમાં ચીની રાષ્ટ્રપતિએ
કહ્યું, શક્તિશાળી દેશ ઈચ્છે તે યોગ્ય તેવા વિચારો હવે ચાલી શકે નહીં
નવી દિલ્હી, તા. 13 : ચીનના રાષ્ટ્રપતિ
શી જિનપિંગે 18મા બ્રિક્સ સંમેલન દરમિયાન દુનિયામાં બરાબરીની જોરદાર તરફેણ કરી હતી.
જિનપિંગે કહ્યું હતું કે, નિયમો વિનાની દુનિયા એવી સ્થિતિમાં છે જ્યાં પરિવહનનો સંકેત
નથી. આવી જગ્યાએ અરાજકતા નિશ્ચિત છે. આંતરરાષ્ટ્રીય નિયમ તમામ દેશોએ મળીને બનાવવા જોઈએ.
જે શક્તિશાળી દેશ ઈચ્છે તે સાચૂ એવા વિચાર હવે ચાલી શકે નહીં. જિનપિંગે સંબોધમાં વેપારમાં
સરળતા અને કૌશલ્ય ધરાવતા લોકોને તૈયાર કરવા ઉપર ભાર મૂક્યો હતો.
જિનપિંગે કહ્યું હતું કે, ગ્લોબલ
સાઉથના દેશોએ મળીને આંતરરાષ્ટ્રીય કાયદાનો બચાવ કરવો જોઈએ. તમામ દેશોની બરાબરી, બીજા
દેશોના આંતરીક મામલામાં દખલ ન કરવી અને વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન કરવા જેવા નિયમોનું
પાલન જરૂરી છે. સાથે જ કાયદા અને આંતરરાષ્ટ્રીય નિયમ તમામ ઉપર એક જેવા નિયમ લાગુ થવા
જોઈએ. વધુમાં મોટા કામ કરવા માટે લોકોને સૌથી આગળ રાખવા જોઈએ અને 2030 સુધીમાં નક્કી
વિકાસ લક્ષ્યો પૂરા કરવાની કોશિશ કરવી જોઈએ.