રેલવે કર્મચારી સહિત ત્રણ શખ્સ ઝડપાયા ઃ કઈઇએ ભાવનગર પરાના રેલવે ક્વાર્ટરમાં દરોડો પાડી કેમિકલ, ડુપ્લિકેટ સ્ટીકરો અને બોટલો સહિત રૂ. 1.01 લાખનો
મુદ્દામાલ કર્યો કબજે
(ફૂલછાબ ન્યુઝ)
ભાવનગર,તા.13ઃભાવનગરમાં અગાઉ નકલી દારૂકાંડમાં થયેલા મોત છતાં બુટલેગરો બેફામ બન્યા હોય તેમ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભાવનગર પરા વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટરમાં ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રેન્જ આઇજી રાજેન્દ્ર વી. અસારી તથા એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ પી.સી. શીંગરખીયા અને પીએસઆઈ આર.એ. વાઢેર સહિતની ટીમે બાતમીના આધારે કરેલી આ કાર્યવાહીમાં બોટલો સીલ કરવાના મશીન, કેમિકલ, નકલી દારૂની બોટલો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,00,940 નો મુદ્દામાલ જપ્ત કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અન્ય સાત સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. આ દરોડા દરમિયાન પોલીસે રેલવેમાં નોકરી કરતા અક્ષયરાશાસિંહ પ્રદિપાસિંહ ગોહિલ (રહે. ચિત્રા), મજૂરીકામ કરતા વિજય ઉર્ફે મયંક રાજુભાઇ મકવાણા (રહે. ચિત્રા-િસદસર રોડ) અને કડિયાકામ કરતા જીતેન્દ્ર દિલીપભાઇ ખાવડિયા (રહે. રેલવે કોલોની, ભાવનગર પરા) ને ઝડપી લીધા હતા, જ્યારે તપાસમાં આ કૌભાંડ સાથે સંકળાયેલા રામદેવાસિંહ ઘનશ્યામાસિંહ ઝાલા (રહે. મોરબી), અર્જુનાસિંહ સોઢા, સૂર્યપ્રતાપાસિંગ રાઠોડ, અજીતાસિંગ ઉર્ફે બન્ના રાઠોડ (ત્રણેય રહે. રાજસ્થાન), શજ્ઞક્તાસિંહ ચકુભા રાયજાદા (રહે. ખાંટડી, ઘોઘા), ભાવેશ સોલંકી (રહે. ઘોઘા રોડ) અને શરદ લીંબાભાઇ ચાવડા (રહે. ચિત્રા) સહિતના સાત શખ્સોના નામ ખૂલતા પોલીસે તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.