• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

3.50 લાખ કરોડની બેંક થાપણ મોદી સરકારે વિદેશીઓના ભરોસે મૂકી

ગુજરાતના બેન્ક કર્મચારી સંગઠનનો આરોપ : નજીવી કિંમતે આઇડીબીઆઇ વેચી

નવી દિલ્હી, તા. 18 : ભારતના ઉદ્યોગોને વિકાસ માટે નાણાં આપવા સંસદમાં પસાર થયેલા કાયદા હેઠળ 1 જુલાઈ 1964માં સ્થપાયેલી અને 1976માં સીધી સરકારની માલિકીમા ટ્રાન્સફર થઈ તે આઈ.ડી.બી.આઈ. (ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા) કે જેમાં દેશવાસીઓના રૂ. 3,50,000 કરોડની ડિપોઝિટ પડી છે તે વિદેશી હાથમાં સોંપી દેવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે આ ઘટનાની ગંભીરતા સુપેરે સમજતા બેન્ક કર્મચારીઓમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે અને કાળી પટ્ટી બાંધીને વિરોધ કરાયો હતો.  ગુજરાતના બેન્ક કર્મચારી યુનિયને જણાવ્યું કે આઈ.ડી.બી.આઈ.ને માત્ર રૂ. 53 હજાર કરોડમાં વેચવાનો નિર્ણય નરેન્દ્ર મોદીની સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો હતો. જનતાના પૈસે ઉભી કરાયેલા બેન્ક હવે ખાનગી હાથોમાં જશે.   ભારતના ઇતિહાસમાં આ એવી સરકાર છે જેણે 70 વર્ષમાં જ પ્રજાના પૈસે નિર્માણ થયેલી સંપતિનું નિલામ કર્યું છે. અગાઉ એર ઈન્ડિયાને માત્ર રૂ. 18 હજાર કરોડમાં ખાનગીકરણ બાદ દેશ માટે આ સૌથી મોટો ખોટો સોદો કરાયો છે.

કર્મચારી સંગઠને જણાવ્યું કે આ સોદો એ બેન્કનું ખાનગીકરણ માત્ર નથી પરંતુ વિદેશીકરણ છે. આત્મનિર્ભરતાની વાતોથી તદ્દન વિપરીત આ નિર્ણય છે. સરકાર દેશમાં નફો કરતી અને અર્થતંત્ર માટે વ્યુહાત્મક મહત્વની બેન્કો વિદેશી રોકાણકારોને આપી દેવા માંગે છે અને જાહેરક્ષેત્રની બેન્કોને નબળી પાડવાનો વ્યૂહ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા October 19, Mon, 2026