શાંતિ માટેના બોન્ડ ઉપર હસ્તાક્ષર બાદ મુક્ત કરાયો : બહાર નિકળી દીપકેએ સૌરવ-આશુતોષની તસવીર શેર કરી
નવી
દિલ્હી, તા. 17 : કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સંસ્થાપક અભિજીત દીપકેને મોટી રાહત
મળી છે. વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ કોર્ટે દીપકેને જામીન આપ્યા હતા. દિલ્હી પોલીસ
દ્વારા શાંતિ ભંગના આરોપમાં દીપકેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરાતા
શાંતિ જાળવી રાખવા માટેના બોન્ડ ભરાવીને મુક્ત કરવાનો આદેશ અપાયો હતો.
દીપકે ઉપર જામીન માટે અમુક શરતો લાદવામાં આવી હતી. જેના
હેઠળ હવે તેણે તમામ બાબતોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત પીસ બોન્ડ ઉપર હસ્તાક્ષર કરાવવામાં
આવ્યા છે. જેનાથી દીપકે ઉપર ભવિષ્યમાં કોઈપણ આંદોલનના કારણે ફરી જેલમાં જવાનું જોખમ
રહેશે. લહેરા દો ત્રિરંગા પ્રદર્શન બાદ ધરપકડ અને મુક્તિ પછી દીપકેનું પહેલું ટ્વીટ
પણ સામે આવ્યું હતું. જેમાં સૌરવ દાસ અને આશુતોષ રાંકાની તસવીર શેર કરતા લખ્યું હતું
કે હવે બસ પોતાના ભાઈઓ આઝાદ થવાની રાહ જોઈ રહ્યા છે. સીજેપી નેતાએ ફિલ્મ વીર-ઝારાના
શાહરૂખ ખાનનો વૃદ્ધ દેખાવ ધરાવતી પોસ્ટ શેર કરી હતી. દીપકેએ લખ્યું હતું કે 24 કલાક
વાઈફાઈ અને ફોન વિના રહ્યા બાદ, જેલમાંથી બહાર આવતા કેવું લાગે છે.