• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

ગગનયાનનું મોડયૂલ અલગ કરવાનું પરીક્ષણ સફળ

ગગનયાન મિશન માટે મહત્ત્વની સફળતા: આ જ વર્ષે  જી-વનની લોન્ચનું લક્ષ્ય

નવી દિલ્હી, તા. 17: ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા ઈસરોએ મહત્ત્વાકાંક્ષી ગગનયાન કાર્યક્રમના ક્રૂ મોડયૂલ (સીએમ) અને સર્વિસ મોડયૂલ (એસએમ)ને અલગ કરનારી સિસ્ટમની ટેસ્ટિંગ પૂર્ણ કરી છે. આ સાથે જ સિસ્ટમની ડિઝાઈનની ક્ષમતાની પુષ્ટિ કરવામાં આવી છે. આ પરીક્ષણ તિરુવનંતપુરમ સ્થિત વિક્રમ સારાભાઈ સેન્ટર (વીએસએસસી)માં કરવામાં આવ્યા હતા.ગગનયાનનું પહેલું મિશન જી-વન આ જ વર્ષ દરમ્યાન લોન્ચ કરવાનું લક્ષ્ય છે.

ગગનયાનનું ઓર્બિટલ મોડયૂલ ક્રૂ મોડયૂલ અને સર્વિસ મોડયૂલથી મળીને બનેલું છે. બંને મોડયૂલ એક અલગ સિસ્ટમના માધ્યમથી જોડાયેલા રહે છે.  એમ્બેલિકલ જોડાણ દ્વારા તેમના વચ્ચે વીજળી અને પ્રવાહીનો સપ્લાય થાય છે. લોન્ચથી પહેલાં બંને મોડયૂલને એક સાથે જોડવામાં આવે છે. મિશનના ઓર્બિટમાં રહેવાનું ચરણ સમાપ્ત થવા સુધી તે એક યુનિટની જેમ કામ કરે છે. પૃથ્વીના વાયુમંડળમાં ફરી પ્રવેશથી પહેલાં ક્રૂ મોડ્યૂલ, સર્વિસ મોડયૂલથી અલગ થાય છે. ઈસરોએ આ સિસ્ટમની સંપૂર્ણ ડિઝાઈનની પુષ્ટિ માટે વિક્રમ સારાભાઈ સેન્ટરમાં આ પરીક્ષણ હાથ ધર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક