રીજીમ ચેન્જ મુદ્દે નિવેદનબાજીથી દેશની રાજનીતિમાં ગરમાવો
નવીદિલ્હી,તા.18:
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા આપવામાં આવેલા રીજીમ ચેન્જ એટલે કે
સત્તા પરિવર્તન અંગેના નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. હાલમાં ફ્રાન્સની સ્થિતિને
ધ્યાનમાં રાખીને ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે દેશને બાંગ્લાદેશ અને ફ્રાન્સની
જેમ હિંસાની આગમાં ધકેલી દેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ
ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં સત્તા પરિવર્તન કરવાનો એકમાત્ર રસ્તો ચૂંટણી પ્રક્રિયા
છે. તેમણે લખ્યું હતું, સત્તા પરિવર્તન ચોક્કસપણે શક્ય છે પરંતુ માત્ર ચૂંટણી દ્વારા.
જ્યોર્જ સોરોસના માધ્યમથી આવું થઈ શકશે નહીં.
કેન્દ્રીય
મંત્રી કિરણ રિજિજુએ આરોપ લગાવ્યો છે કે ભારતવિરોધી તત્ત્વો રાજકારણીઓ સાથે મળીને યુવાનોને
ઉશ્કેરવા અને ભારતમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. તેમણે દાવો કર્યો કે
ફ્રાન્સ અને બાંગ્લાદેશમાં જે રીતે હિંસા થઈ હતી, તે જ પ્રકારનું ષડયંત્ર ભારત માટે
પણ રચવામાં આવ્યું હતું.
સોશિયલ
મીડિયા સાઇટ એક્સ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં તેમણે ફ્રાન્સ અને બાંગ્લાદેશમાં થયેલા
હિંસક પ્રદર્શનો અને લૂંટફાટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું, જે હિંસક ઘટના
બની અને ફ્રાન્સમાં જે રમખાણો, આગચંપી અને લૂંટફાટ થઈ, તેવી જ સચોટ સમાંતર યોજના ભારત
માટે પણ ઘડવામાં આવી છે.
ઉલ્લેખનીય
છે કે બાંગ્લાદેશમાં કથિત રીતે વિદ્યાર્થી આંદોલનના નામે શરૂ થયેલી હિંસામાં ડઝનબંધ
લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ ટોળાએ વડાપ્રધાનના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું.
પરિણામે શેખ હસીનાએ સત્તા છોડીને દેશમાંથી ભાગવું પડ્યું હતું. બાદમાં પ્રદર્શનકારીઓ
તેમના અંતર્વસ્ત્રો લહેરાવતા પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત શેખ મુજીબુર રહેમાનની પ્રતિમાઓ
અને તેમની સાથે સંકળાયેલાં સ્મારકોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.