• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ગજબ...! પાકમાં એક એલપીજી સિલિન્ડરના સાત હજાર રૂપિયા !

ઇરાન તરફથી પુરવઠો બંધ થતાં ભાવમાં ધડાકો

ઇસ્લામાબાદ, તા. 24 : આર્થિક સંકટથી કંગાળ પાકિસ્તાનમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ધડાકો થયો છે. 12 કિલોના એક સિલિન્ડરની કિંમત સાત હજાર રૂપિયા થઇ ગઇ છે.

હકીકત કંઇક એવી છે કે, 17 ઓક્ટોબરથી ઇરાનમાંથી પાકિસ્તાનને પૂરો પડાતો એલપીજી રાંધણગેસનો પુરવઠો બંધ થઇ ગયો છે.

મહત્ત્વની સીમાચોકીઓ તાંત્રિક કારણે બંધ છે, તેવું ઇરાને કહ્યું હતું, પરંતુ પાકિસ્તાને કહ્યું હતું કે, સુરક્ષાની ચિંતા અને તસ્કરી રોકવા સીમા બંધ કરાઇ છે. પાકિસ્તાન પોતાની જરૂરિયાતનો 50 ટકા એલપીજી ઇરાનથી આયાત કરે છે, ત્યારે સીમા બંધ થતાં ભીષણ ભાવવધારાએ સામાન્ય જનતાને પરેશાન કરી નાખી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક