વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં
વાયુસેનાનો એર શો યોજાયો : રાફેલ, સુખોઈએ ગજબ કરતબ દર્શાવ્યા
વારાણસી, તા. 25 : વારાણસીના
નમોઘાટ પર રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વાયુસેનાના 94મા સ્થાપના
દિવસના ઉપલક્ષમાં ‘િવંગ્સ ઓવર ગંગા’ નામથી એર શો યોજાયો હતો, જેમાં 100 જેટલા યુદ્ધવિમાને
ભાગ લીધો હતો અને ગજબના કરતબ દર્શાવ્યા હતા. આ પહેલાં મોદીએ રૂપાપુરમાં 100 કરોડના
ખર્ચે નિર્માણ પામેલી અરવિંદ ટેક્સટાઈલ મિલનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાત કિલોમીટર
લાંબો રોડ શો પણ યોજ્યો હતો.
એક મીડિયા હેવાલ મુજબ, મોદીની
હાજરીમાં યોજાયેલા વાયુસેનાના એર શોમાં રાફેલ અને સુખોઈ જેવા યુદ્ધ વિમાનોએ ખૂબ ઓછી
ઊંચાઈ પર ઊડીની વિવિધ દિલધડક કરતબો બતાવ્યા હતા, તો ચેતક હેલિકોપ્ટરે ફૂલની વર્ષા કરી
હતી. સી-17 ગ્લોબમાસ્ટર અને નવ સૂર્યકિરણ હૌક વિમાને એક સાથે ઉડાન ભરીને વારાણસીનું
આકાશ ગજવ્યું હતું. રાફેલ, સુખોઈ, જગુઆર, મિરાજ-2000, તેજસ અને મિગ-29એ હોડીના આકારમાં
ઉડાન ભરતાં ઓપરેશન સિંદૂર જેવો નજારો સર્જાયો હતો. આ દરમિયાન, અંદાજિત 15 લાખ લોકોએ
વાયુસેનાની તાકાત જોઈ હતી.