• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં સિંધુનો કોરિયન ખેલાડી યંગ સામે પરાજય

સિંધુ પ્રથમ વખત ફ્રેંચ ઓપન ફાઇનલમાં પહોંચી હોવાથી રનર્સ-અપ ટ્રોફી સાથે તેનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન

પેરિસ, તા.25 : પેરિસના બેડમિન્ટન કોર્ટ પર રમાયેલા ફ્રેન્ચ ઓપનના હાઈ-વોલ્ટેજ મહિલા સિંગલ્સ ફાઇનલમાં ભારતીય સ્ટાર પી.વી. સિંધુને ફરી એકવાર નિરાશા સાંપડી છે. વિશ્વની નંબર વન ખેલાડી અને વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાની એન સે યંગે એક કલાકથી વધુ ચાલેલા ત્રણ ગેમના રોમાંચક મુકાબલામાં સિંધુને 16-21, 21-11, 21-12થી પરાજય આપીને ટાઇટલ પોતાના નામે કર્યું છે.

મુકાબલાની શરૂઆતમાં સિંધુએ આક્રમક રણનીતિ અપનાવી હતી. કોર્ટ કવરેજ અને ધારદાર સ્મેશના સહારે ભારતીય શટલરે પ્રથમ ગેમ 21-16થી જીતીને એન સે યંગ પર ભારે દબાણ બનાવ્યું હતું. જોકે, બીજા સેટથી એન સે યંગે પુનરાગમન કર્યું હતું. સતત લાંબી રેલીઓ રમીને એન સે યંગે સિંધુને બેકફૂટ પર ધકેલી દીધી હતી અને બીજી ગેમ 21-11થી જીતી અને ત્રીજી ગેમ 21-12થી જીતી ટ્રોફી પર કબજો જમાવી લીધો હતો.

આ પરાજય સાથે સિંધુનો એન સે યંગ સામેનો ટ્રેક રેકોર્ડ વધુ ખરાબ થયો છે; સીનિયર સર્કિટમાં સિંધુ સામે કોરિયન શટલરનો આ સતત 11મો વિજય છે. આમ છતાં, ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સિંધુ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હોવાથી રનર્સ-અપ ટ્રોફી સાથે આ ટુર્નામેન્ટમાં તેનું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાબિત થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક