• સોમવાર, 02 નવેમ્બર, 2026

સોમાલી ડાકુઓએ હાઈજેક કર્યું ઈરાની જહાજ

23 યાત્રીના જીવન જોખમમાં : હિંદ મહાસાગરમાં વેપારી જહાજોને એલર્ટ કરાયા

તેહરાન, તા. 1 : અદનની ખાડી અને હિંદ મહાસાગરમાં સમુદ્રી ડાકુઓનો આતંક ફરી વધ્યો છે. સોમાલી સમુદ્રી ડાકુઓએ એક ઈરાની માછલી પકડવાના જહાજને હાઈજેક કરી લીધું છે. આ જહાજ ઉપર 23 લોકો સવાર હતા. આતંક ફેલાવવામાં 12 સોમાલી ડાકુ સામેલ હોવાના અહેવાલ સામે આવ્યા છે.

મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટર ઈન્ડિયન ઓશને ચેતવણી જાહેર કરતા કહ્યું હતું કે આ જહાજ કોમર્શિયલ શિપિંગ લેનની નજીક પહોંચી રહ્યું છે. જેનો ઉપયોગ સમુદ્રી ડાકુઓ આગળના હુમલા માટે એક ફલોટિંગ  બેઝ તરીકે કરી શકે છે. એક સુરક્ષા અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, અજિની નામના જહાજને પૂર્વોત્તર સોમાલીયા નજીકથી હાઈજેક કરવામાં આવ્યું હતું. જહાજ ઉપર 21 ઈરાની ક્રૂ મેમ્બર અને સોમાલિયાના બે સિક્યોરિટી ગાર્ડ સવાર હતા. આ તમામ લોકો અંગે કોઈ નક્કર જાણકારી સામે આવી શકી નહોતી. યુરોપીય સંઘના નૌકાદળ અભિયાન ઓપરેશન એટલાન્ટાએ સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક