-સાત
દિવસનું અલ્ટીમેટમ, મુંબઇમાં પણ હોબાળો
મુંબઇ,
તા. 21 : ઈન્ડિયન યુથ કોંગ્રેસના બે મુખ્ય હોદ્દેદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ
મૂકવામાં આવતા તેલંગાણા યુથ કોંગ્રેસના કાર્યકરોએ
હૈદરાબાદ સ્થિત મેટાના ઓફિસ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ જક્કીડી
શિવચરણ રેડ્ડીની આગેવાનીમાં કાર્યકરોએ ફૂલના કૂંડા ફેંકીને તોડફોડ કરી હતી અને કેટલીક
પોસ્ટ ફરી શરૂ કરવાની માંગ સાથે મેટા તથા કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર
કર્યા હતા.
વાઇરલ
થયેલા વીડિયોમાં વિરોધકર્તાઓ ઓફિસના કોરિડોર અને કેફેટેરિયા વિસ્તારમાં દોડતા તેમજ
કૂંડા તોડતા જોવા મળ્યા હતા. અહેવાલો મુજબ, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ
ચિબ અને રાષ્ટ્રીય પ્રભારી મનીષ શર્માના એકાઉન્ટ પર આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. હૈદરાબાદની સાથે જ મુંબઈ યુથ કોંગ્રેસ દ્વારા પણ
બીકેસી સ્થિત મેટાની ઓફિસ બહાર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મુંબઈ યુથ કોંગ્રેસના
પ્રમુખ ઝીનત શબરીનના નેતૃત્વમાં કાર્યકરોએ ભાજપ અને આરએસએસ વિરોધી અવાજોને દબાવવાનો
આરોપ લગાવ્યો હતો અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના પોસ્ટર પણ બાળ્યા હતા.