• શનિવાર, 21 નવેમ્બર, 2026

ફાસરામાં દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબીનો દરોડો

ક્ષ          રૂ.71 હજારનો મુદ્દામાલ કબજે, એક ઝડપાયો અને ત્રણ શખસો ફરાર

ભાવનગર, તા.20: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ફાસરા ગામે એલસીબીએ દેશી દારૂની ગેરકાયદે ભઠ્ઠી પર દરોડો પાડી મોટો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે સ્થળ પરથી રૂ.71,580નો મુદ્દામાલ કબજે કરી એક શખસને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય ત્રણ શખસો ફરાર થઈ જતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

એલસીબીની ટીમે બાતમીના આધારે ગાવિંદભાઈ જીવાભાઈની વાડીના શેઢે ચાલતી ભઠ્ઠી પર દરોડો પાડયો હતો. જેમાં અરાવિંદભાઈ નરશીભાઈ ડાભી (ઉં.વ.40)ને ઝડપી પાડયો હતો. જ્યારે મયુરભાઈ વાળા, જોધાભાઈ મકવાણા અને ધીરૂભાઈ ગોહિલ ફરાર થયા હતા.

પોલીસે સ્થળ પરથી 1700 લિટર આથો, દેશી દારૂ, ગોળ, ઈસ્ટ, ખજૂર, ગેસના ચૂલા-બાટલા સહિત દારૂ બનાવવા માટેનો સામાન અને 1050 ખાલી બોટલો કબજે કરી હતી. આ મામલે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક