• રવિવાર, 22 નવેમ્બર, 2026

પાકના મંત્રીને ભારત સરકારે તાજમહેલ જવાની છૂટ આપી

 

 

 

જોકે, દિલ્હીની નિજામુદ્દીન દરગાહે જવાની મંજૂરી નહીં

નવી દિલ્હી, તા. 21 : પાકિસ્તાનના મંત્રી મુસાદિક મસૂદ હાલમાં જઈઘ સમિટ માટે ભારતની મુલાકાતે છે. બંને દેશો વચ્ચે આતંકવાદને લઈને જે ખટાશ ચાલી રહી છે ત્યારે મસૂદની આ મુલાકાત ખરેખર ચર્ચામાં છે. આ દરમિયાન પાક. મંત્રી મસૂદે આગરામાં આવેલા તાજમહેલ અને દિલ્હીમાં આવેલી હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહની મુલાકાત લેવાની મંજૂરી માગી હતી. 

ભારત સરકારના અધિકારીઓ દ્વારા મંત્રી મુસાદિકને તાજમહેલની મુલાકાત લેવાની છૂટ આપી દેવામાં આવી છે પરંતુ દિલ્હીમાં આવેલી હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહની મુલાકાત લેવાની તેમની માગણી ફગાવી દેવામાં આવી છે જેથી તેમની આ ઈચ્છા અધૂરી રહી જશે.

ઉલ્લેખનીય છે કે, મલિક હાલમાં નવી દિલ્હીમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સમિટમાં ભાગ લેવા માટે સભ્ય દેશના પ્રતિનિધિ તરીકે સામેલ થયા છે. માહિતી અનુસાર પાકિસ્તાની હાઈકમિશન તરફથી પત્ર લખીને ભારતની મુલાકાત દરમિયાન મંત્રી મસૂદને તાજમહલ, દિલ્હી હાટ, હુમાયુંનો મકબર, કિલ્લા રાય પિથૌરા અને હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહે જવાની છૂટ માગતી અપીલ કરવામાં આવી હતી. 

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમને ચાર જગ્યાએ જવાની છૂટ આપી દેવામાં આવી છે ફક્ત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહે જવાની છૂટ નથી અપાઈ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક