• રવિવાર, 22 નવેમ્બર, 2026

સદીની નજીક આવીને ચૂક્યો શુભમન ગિલ

ઋષભ પંત પણ ગિલની વિકેટથી ચોંક્યો

નવી દિલ્હી, તા. 21 : કે એલ રાહુલની ધમાકેદાર ઇનિંગ બાદ કેપ્ટન શુભમન ગિલે પણ શાનદાર અંદાજમાં બેટિંગ કરતા પોતાની ટેસ્ટ કારકિર્દીની 12મી સદીની નજીક પહોંચી ગયો હતો. જો કે સદી પૂરી કરવાથી ચૂક્યો હતો અને 98ના સ્કોરે બોલ્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

ભારતે ત્રીજા દિવસની રમત પૂરો થવા સુધીમાં ચાર વિકેટનાં નુકસાને 486 રન બનાવી લીધા હતા અને ન્યુઝિલેન્ડની પહેલી ઇનિંગના 368 રનના મુકાબલે 118 રનની બઢત મેળવી હતી. ક્રીઝ ઉપર પંત અને કમ્બોજ નોટઆઉટ રહ્યા હતા. મેચમાં ગિલ જે રીતે આઉટ થયો તેનાથી પંત પણ ચોંકી ઉઠયો હતો. આ પહેલા ભારતને ત્રીજો ઝટકો 386ના સ્કોરે કે એલ રાહુલનાં રૂપમાં લાગ્યો હતો. રાહુલે 136 રનની ઇનિંગ રમી હતી. રાહુલ અને ગિલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 91 રનની ભાગીદારી થઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક