મેલબર્ન,
તા. 21 : ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે શનિવારે ઓસ્ટ્રેલિયા સામે પહેલા ટી20 મેચમાં કેપ્ટન
હેરી બ્રુકની અર્ધસદીની મદદથી 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 187 રન કર્યા હતા. ઇંગ્લેન્ડે
આ સાથે જ ભારતનો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બનાવેલો ચાર વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડયો
હતો. જો કે રન ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલા
મુકાબલામાં છ બોલર પાસે બોલિંગ કરાવી હતી અને તમામને સફળતા મળી હતી. ઇંગ્લેન્ડને સારી
શરૂઆત મળી નહોતી અને ટીમે ઓપનિંગ જોડીની વિકેટ ત્રીજી ઓવરમાં જ ગુમાવી હતી. જો કે બાદમાં
હેરી ક્રૂક અને ટોમ બેન્ટને બાજી સંભાળીને ઇંગ્લેન્ડને સન્માજનક સ્કોરે પહોંચાડયું
હતું.
ઇંગ્લેન્ડે
પોતાની બેટિંગ દરમિયાન ભારતનો એક ચાર વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. મેલબર્ન ગ્રાઉન્ડ
ઉપર સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ ભારતનાં નામે હતો. ભારતે ટી20 વિશ્વકપ 2022માં ઝિમ્બાબ્વે
સામે 186 રન કર્યા હતા. જો કે ઇંગ્લેન્ડે શનિવારે ઓસ્ટ્રેલિયા સામે 187 રન કરીને ભારતનો
ચાર વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. જો કે રન ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાએ 191 રન કર્યા હતા
અને રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 19.5 ઓવરમાં સાત વિકેટના નુકસાને
191 રન કર્યા હતા અને ત્રણ વિકેટે જીત મેળવી હતી.