ભોજન, ચા-પાણી અને વીડિયોગ્રાફી જેવા ખર્ચના ખોટા બિલ મામલે જઈંઝ પાસે તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી જરૂરી : કોંગ્રેસ
વિશાળ પોલીસ બંદોબસ્ત, સ્ટાફ અને મશીનરીને ધ્યાનમાં રાખીને ખર્ચ રેટ કોન્ટ્રાક્ટ મુજબ કરવામાં આવ્યો હોવાનો મનપાનો દાવો
રાજકોટ,તા.28 : મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં થયેલી દબાણ હટાવવાની કામગીરી બાદ હવે તેનો ખર્ચ ભારે વિવાદમાં છે. આશરે 1,500 કાચા-પાકા બાંધકામ દૂર કરવા માટે મનપાએ લગભગ રૂ.3 કરોડનો ખર્ચ કર્યો હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.
કોંગ્રેસના કોર્પોરેટરોએ આ ખર્ચને ગેરવહીવટ અને જાહેર નાણાંનો દુરુપયોગ ગણાવ્યો છે. કમિશનરે આંખ આડા કાન કરી છૂટ આપી હતી, જો તેને ખબર ન હોય તો જવાબદાર વ્યક્તિ તરીકે તેને રાજીનામુ આપી દેવું જોઈએ તેવી માગ કરવામાં આવી છે. સાથે સમગ્ર મામલાની એસઆઈટી પાસે તપાસ કરાવવાની અપીલ કરી છે તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ ઉઠાવી છે. સામે મનપા તંત્રનું કહેવું છે કે, વિશાળ પોલીસ બંદોબસ્ત, સ્ટાફ અને મશીનરીને ધ્યાનમાં રાખીને ખર્ચ રેટ કોન્ટ્રાક્ટ મુજબ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકામાં વીડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ રાખનાર હિતેશ ભાયાણીએ જણાવ્યું હતું કે, વીડિયોગ્રાફી માટે 24 લાખનું ચૂકવણું મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 21 ફેબ્રુઆરીએ 45,22 મીએ 45, 23મીએ 93, 24 મીએ 93, 25મીએ 13, 26 મીએ 13 અને 27મીએ 3 કેમેરામેન હતા. કોર્પોરેશનમાં વર્ષ 2024માં ટેન્ડર મળ્યું હતુ. જેમાં ટેન્ડર વેલ્યુ વર્ષની 5 લાખની હોય છે. પ્રથમ વખત મને આટલું મોટું 27 લાખનું ટેન્ડર મળ્યું હતું. જોકે આ માટે મેં મારો ફ્લેટ ગિરવે રાખ્યો છે.