24 આરોપીઓ ઝબ્બે
રાજકોટ,તા.26:રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા સઘન ચાકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ વિશેષ ઝુંબેશ દરમિયાન શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા દારૂબંધી, જુગાર, હથિયારબંધીના જાહેરનામા ભંગ, તડીપાર ભંગ અને નશાની હાલતમાં વાહન ચલાવવાના કુલ 16 ગુના નોંધીને 24 જેટલા આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ કાર્યવાહી અંતર્ગત બી-ડિવિઝન પોલીસે મહેન્દ્ર મનોજભાઈ સોલંકીને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, જ્યારે ગાંધીગ્રામ-2 પોલીસે જુગાર રમતા કરણભાઈ વેલજીભાઈ વાજેલીયા સહિતના શખ્સોને પકડી પાડયા હતા. આ ઉપરાંત અશોક પંચમાસિંહ ચૌહાણ, અનીલભાઈ લખમણભાઈ બારૈયા અને જ્યોતીબેન ઇમરાનભાઈ નારેજા સહિતના શખ્સો પાસેથી તીક્ષણ હથિયારો મળી આવ્યા હતા અને તડીપારના ભંગ તથા પીધેલી હાલતમાં વાહન ચલાવવા તેમજ ટ્રાફિકને અડચણરૂપ થવા અંગેના વિવિધ ગુનાઓ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.