બ્રેક
લેવાની જાણ BCCIની કરી દીધાના રિપોર્ટ
મુંબઇ,
તા.27: રોહિત શર્માએ ટેસ્ટ ભવિષ્યને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો હોવાની ખબર છે. 37
વર્ષીય રોહિત શર્મા જૂનમાં ઇંગ્લેન્ડ પ્રવાસે જશે કે નહીં તે નિશ્ચિત નથી. રિપોર્ટ
અનુસાર રોહિતે ઇંગ્લેન્ડ પ્રવાસમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે અને આ મતલબની જાણ
બીસીસીઆઇને કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તે 3 ટેસ્ટ મેચ રમ્યો હતો અને ફક્ત
31 રન જ કરી શકયો હતો. ભારતનું લક્ષ્ય વર્ષ 2007 બાદ ઇંગ્લેન્ડમાં પહેલીવાર ટેસ્ટ શ્રેણી
જીતવાનું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી હેડિંગ્લેથી
શરૂ થશે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કેપ્ટન ઉપરાંત બેટર તરીકે પણ નિષ્ફળ રહ્યો
હતો અને આખરી મેચમાં પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો પણ ન હતો. બાદમાં તેની કપ્તાનમાં ટીમ ઇન્ડિયા
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બની હતી. એવું પણ જાણવા મળે છે કે ઇંગ્લેન્ડ પ્રવાસની
ભારતીય ટેસ્ટ ટીમનો વિરાટ કોહલી હિસ્સો બનશે.
ઓસ્ટ્રેલિયા
પ્રવાસ અગાઉ ન્યુઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં પણ ટીમ ઇન્ડિયાને 0-3થી કારમી હાર
મળી હતી. રિપોર્ટ અનુસાર મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે હેડ કોચ ગૌતમ ગંભીર સાથે ચર્ચા
કરીને ટીમ પસંદગીની યોજના તૈયાર કરી છે. પસંદગી સમિતિ બે-ચાર દિવસમાં ઈંગ્લેન્ડ પ્રવાસની
એ ટીમ જાહેર કરવાની છે. જેમાં સિનિયર ટીમના કેટલાક ખેલાડી સામેલ થઇ શકે છે. પસંદગીકારો
મુખ્ય ઝડપી બોલર બુમરાહની ફિટનેસ પર પણ નજર રાખી રહ્યા છે. જે હજુ અનફિટ છે અને આઇપીએલનો
હિસ્સો બની શક્યો નથી.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે રોહિત શર્માએ સપ્ટેમ્બર 2024થી જાન્યુઆરી 202પ દરમિયાન 10 ટેસ્ટમાં
ફક્ત 164 રન કર્યાં છે.